Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જામનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ સવા લાખના મુદામાલ સાથે એક ઝડપાયોઃ ૩ ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ :.. પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના અશોકકુમાર જામનગર પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ નાઓના માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરીના આરોપી વેસતીયા ભીલસીંગ ડામરા રહે. છોટીઉતી, ચોકીદાર ફળીયુ તા. જોબટ, જી. અલીરાજપુર મધ્‍યપ્રદેશ હાલ જૂરીયાગામ તા. કુંકાવાવની  ધરપકડ કરી છે. જયારે (૧) નારસીંગ મીનાવા રહે. ગોરડીયા તા. ટાંડા એમ. પી. (ર) જીતનભાઇ જાલીયાભાઇ બામણીયા રહે. ગોરડીયા તા. ટાંડા એમ. પી. (૩) સાલુભાઇ ભીલ રહે. ગોરડીયા તા. ટાંડા એમ. પી. ની શોધખોળ હાથ ધરી છે.

પોલીસે સોનાનો ચેન નંગ-૧, સોનાની વીટીં નંગ-૪, સોનાની કડી જોડી-૧, સોનાના દાણા નંગ-૪, સોનાનાી બંગડી જોડી-૧, ચાંદીના સાકળા જોડી-૩, ચાંદીનો કંદોરો નંગ ૧, ચાંદીની માળા નંગ-૪, ચાંદીની લકકી નંગ-૧ તથા રોકડ રૂપીયા ર૪,૦૦૦ તથા એક તેલનો ડબ્‍બો કિ. રૂા. ર૦૦૦ તથા ગુનો કરવામાં ઉપયોગ કરેલ મોબાઇલ ફોન એક કિ. રૂા. પ૦૦ મળી કુલ રૂા. ૧,રપ,૭૦૦ જપ્ત કરેલ છે.  બંધ મકાનોના તાળા તથા નકુા તોડી ચોરીને અંજામ આપતા હતાં.

શહેરમાં પેટ્રોલીંગ દરમ્‍યાન એલ. સી. બી. પો. ઇ. જે. વી. ચૌધરી પો. સ. ઇ. એસ. પી. ગોહીલ નાઓ સ્‍ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ જાડેજા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શીવભદ્રસિંહ જાડેજા, રાકેશભાઇ ચૌહાણ, અજયસિંહ ઝાલા, કિશોરભાઇ પરમાર, દયારામ ત્રિવેદી, ધર્મેન્‍દ્રસિંહ જાડેજા તથા બિજલભાઇ બાલાસરા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:42 pm IST)