Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

અમરેલી શ્રી બાલાજી હનુમાન મંદિરે કથા

અમરેલી : શ્રી બાલાજી હનુમાન મંદિર ટ્રસ્‍ટ અને શ્રી બાલાજી ધુન મંડળના તમામ સભ્‍યોના સહિયારા પુરૂષાર્થથી હર હંમેશની જેમ મકર સંક્રાંતિનાં પાવન પર્વ નિમિતે શ્રી સત્‍યનારાયણ ભગવાનની કથાનું ભવ્‍યાતિ ભવ્‍ય આયોજન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલીની સર્વે ધર્મપ્રેમી જનતા તથા શ્રી બાલાજી દાદાના સર્વે ભકતજનોએ બહોળી સંખ્‍યામાં આ અલૌકિક દર્શનનો લાભ લઇ ધન્‍યતા અનુભવી હતી. (તસ્‍વીર : અહેવાલ : અરવિંદ નિર્મળ અમરેલી)

(2:14 pm IST)