Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ધારીના ખીસરીમાં ઝેરી દવા પી લઇને મહિલાએ જીંદગી ટુંકાવી

અમરેલી તા.૧૯ : ધારી તાલુકાના ખીસરી ગામે રહેતી સવિતાબેન ભગુભાઇ વાઘેલા ઉ.વ.૩પ કોઇ અગમ્‍ય કારણોસર ઝેરી દવા પી જતામ સારવાર માટે અમરેલી સીવીલ હોસ્‍પિટલમાં  ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્‍યુ નીપજયાનું પતિ ભગુભાઇ વાઘેલાએ ધારી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

બાળાને ભગાડી ગયો

અમરેલી ખાંભા ખડાધાર રોડ રાહાગાળામાં હરેશદાદાની વાડીએ ખેતરમાં ભાગવુ રાખી કામ કરતા શ્રમિક પરિવારની સગીર દિકરીને ગીર ગઢડા તાલુકાના પડા ગામના હાલ જુનાગઢ રહેતા પ્રવિણ મુળુભાઇ વાઘલા લલચાવી ફોસલાવી બદ ઇરાદે ભગાડી ગયાની સગીરાના પિતાએ ખાંભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:45 pm IST)