Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢ વિશ્‍વાસ પ્રોજેકટ અંતર્ગત ૧૮ હજારનો મોબાઇલ પોલીસે શોધી કાઢયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૯: BSFમાં ફરજ બજાવતા હિતેષ સોલંકી બનાસકાંઠા જીલ્લાના દીયોદર ખાતે રહેતા હોય જૂનાગઢ કળષી યુની. ખાતે પોતાના ડોકયુમેન્‍ટ મેળવવાના જૂનાગઢ આવેલ હોય, જૂનાગઢ બસ સ્‍ટેન્‍ડ થી કળષી યુની. ખાતે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે ર્ંતેમનો રૂ. ૧૮,૦૦૦/-ની કીંમતનો VIVO કંપનીનો V21 મોબાઇલ ફોર્નં ઓટો રીક્ષામાં ભુલી ગયેલ હતા, જે મોબાઇલ ફોનમાં તેમના જરૂરી ડોકયુમેન્‍ટ હતા અને મોબાઇલ ફોનમાં બેટરી લો હોવાના કારણે સ્‍વીચ ઓફ થઇ ગયેલ હોય જેથી મોબાઇલ ફોનમાં રીંગ કરતા સ્‍વીચ ઓફ આવતો હોય જે મોબાઈલ ફોન ભવિષ્‍યમાં મળવો મુશ્‍કેલ હોય અને તેઓ વ્‍યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ સી.ડીવી.પો.સ્‍ટે.ના પી.એસ.આઇ. જે.એમ.વાળાને કરતા પી.એસ.આઇ. જે.એમ.વાળા દ્વારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્‍ડ  & કંટ્રોલ સેન્‍ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

જૂનાગઢ રેન્‍જના આઈજી મયંકસિંહ ચાવર્ડાં તથા જૂનાગઢ ર્ંજીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેર્ટ્ટીં દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્‍ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શકય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્‍નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.ં

જૂનાગઢ હેડ ક્‍વાર્ટર ડી.વાય.એસ.પી. એચ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ  & કંટ્રોલ સેન્‍ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ. રાહુલગીરી મેઘનાથી, રામશીભાઇ ડોડીયા, વીપુલભાઇ ચુડાસમાં, હાર્દિકસિંહ સીસોદીયા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સહિતની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરેલ CCTV કેમેરા દ્વારા જહેમત ઉઠાવી હિતેષભાઇ જે ઓટો રીક્ષામાં બેસી બસ સ્‍ટેન્‍ડ થી કળષી યુની. ગયેલ હતા તે ઓટો રીક્ષાનો રજી. નંબર GJ 13 AV 3466 શોધી કાઢેલ હતો.

નેત્રમ શાખા દ્રારા ઓટો રીક્ષા ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા તેમને આ બાબતે કોઇ જાણકારી ન હોવાનુ જણાવેલ અને પેસેન્‍જર સીટની નીચેની તરફ ચેક કરતા હીતેષભાઇનો ખોવાયેલ રૂ. ૧૮,૦૦૦/-ની કીંમતનો VIVO કંપનીનો V21 મોબાઇલ ફોન મળી આવેલ.

હિતેષભાઇ દ્વારા રૂ. ૧૮,૦૦૦/-ની કીંમતનો VIVO કંપનીનો સ્‍૨૧ મોબાઇલ ફોન મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહીથી પ્રભાવિત થઈને હિતેષભાઇએ નેત્રમ શાખાના પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(2:15 pm IST)