Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સાવરકુંડલા યાર્ડમાં ભર શિયાળે કેસર કેરી ૭૦૦ની કિલો વેંચાઇ

(ઈકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૯ : હાલ શિયાળા ની ફૂલ ઠંડી પડી રહી છે ત્‍યારે ભર શિયાળા માં કેસર કેરી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ માં વહેંચાવવા આવતા અચરજ ફેલાયું હતું  તો આ કેરી  ૧૭ કિલો જેટલી અહીં એપી એમ સીના ફ્રૂટ ના વેપારી ઈમ્‍તિયાઝ ભાઈ દલ પાસે આવી હતી.આ કેસર કેરીના બોક્‍સ સવારે અહીં હરાજી માં ૭૦૦ રૂપિયા ની કિલો વહેચાઈ હતી ત્‍યારે  આ ફ્રૂટ વેપારી ઈમ્‍તિયાઝ દલ ને ૧૧.૯૦૦  માં બધી કેરી નો સારો અને ઊંચો ભાવ મળ્‍યો હતો.

ત્‍યારે ઉનાળાના મેં મહિનાથી લઈ જુલાઈ સુધી કેસર કેરીની સિઝન હોય  છે ત્‍યારે આ કેસર કેરી શિયાળામાં અહીં વહેંચાવવા આવતા  એપી એમ સીમાં આવેલ ખેડૂતો અને લોકો પણ કેરીને જોવા ઉમટી પડ્‍યા હતા . ફ્રુટના વેપારી ઈમ્‍તિયાઝ દલ દ્વારા આ કેરીને ખુલ્લી બજારમાં વહેંચવા મુકાઈ હતી ત્‍યારે આ વેપારી ઈમ્‍તિયાઝ દલે જણાવ્‍યુ કે સામાન્‍ય રીતે શિયાળા માં.કયારેય કેરી પાકતી નથી પંરતુ રેર કિસા માં વાતાવરણમાં ચેન્‍જ ના કારણે કે ગ્‍લોબલ વોમિંગ ના કારણે આ કેરી નું આવરણ થયું હોય અને આ કેસર  કેરી પાકી હતી.જે અન્‍ય વેપારી મારફત મારી પાસે બજારમાં વહેંચાવવા આવી હતી. જે રિટેલર માં ૧૭ કિલો ૭૦૦ માં ભાવ નો ૧૧.૯૦૦ રૂપિયા મા મેં વહેચી હતી .જોકે હાલ સૌરાષ્‍ટ્ર માં અન્‍ય પોરબંદર એપી એમ સી માં પણ ખંભાલા ગામ ના ખેડૂત સંજય ભાઈ  ચુડાસમા કેસર કરી વહેંચવા આવ્‍યા હતા જે કેસર કેરી ના બે બોક્‍સ અંદાજીત ૫૫૦ રૂપિયા માં વહેંચાયા હતા. ત્‍યારે હાલ સાવરકુંડલા એપી એમ સી માં ૧૭ કિલો કેસર કેરી ૭૦૦ પર કિલો વેચાઈ જતા અહીં ના વેપારી ને જાણે લોટરી લાગિ હોય તેમ ૧૧.૯૦૦ રૂપિયા આ કેસર કેરીના વળતર રૂપે મળતા વેપારી પણ રાજી થઈ જવા પામ્‍યો હતો.

(1:46 pm IST)