Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢઃ ગેરકાયદે વિવાદી બાંધકામ સંબંધે અપીલ રદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ : શહેરમાં થતાં બિલ્‍ડીંગ વિગેરેના બાંધકામ વિરૂધ્‍ધ છાશવારે કોર્ટ સમક્ષ દિવાની દાવોદાખલ કરી બિલ્‍ડીંગ  વિગેરેનું બાંધકામ ગેરકાયદેસર અને જુનાગઢ મ્‍યુ. કોર્પોરેશનની બાંધકામની મંજુરી વગરનું કે મળેલ મંજુરી મુજબ ન થતુ હોવાની કોર્ટ સમક્ષ રજુઆતોકરવામાં આવેલ અને આવા તત્‍વો માટે જુનાગઢના એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજશ્રીએ સીમાવતી ચુકાદો આપેલ છે.

આ કિસ્‍સાની વિગત એવી છે કે જુનાગઢ ઢાલ રોડ  ઉપર આવેલ નથુકૃપારામના ડેલા તરીકે ઓળખાતા વિસ્‍તારમાં અરૂણભાઇ ચરાડવા વિગેરેની માલીકીનું જુનુ જે મકાન હતુ તે જુનુ મકાન પાડી નવું બાંધકામ થતુ હતુ તેથી આ બાંધકામ ગેરકાયદેસરનું અને જુનાગઢ મ્‍યુ.કોર્પોરેશનની બાંધકામની  મંજુરી વગરનું હોવાથી આ બાંધકામ પાડી નાખવાની માંગણી કરતો જુનાગઢની દિવાની કોર્ટમાં આ બાંધકામની જગ્‍યાની બાજુમાં રહેતા શીરીષભાઇ જમનાદાસ ગોહેલ કેસ કરેલો.

આ કેસ ચાલતો હતો તે દરમિયાન આ વિવાદ વાળા બાંધકામની મિલ્‍કત હર્ષાબેને ખરીદેલ હતી. જુનાગઢની નામદાર દિવાની અદાલતે આ દાવોર દ કરતા આ શીરીષભાઇ ગોહેલ જુનાગઢની ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં અપીલ દાખલ કરેલ આ અપીલની સુનાવણી જુનાગઢ એડીશનલ ડીસ્‍ટ્રીકટ જજશ્રી ઠકકર મેડમની કોર્ટમાં હાથ ધરાયેલી. આ સુનાવણી દરમિયાન આ વિવાદી બાંધકામ વાળી મીલ્‍કતના માલીક - બિલ્‍ડર તરફે જુનાગઢના ધારાશાષાી મનોજ દવે દ્વારા કાયદાના મહત્‍વના મુદા તથા પુરાવ અંગે દલીલો કરેલ. જે દલીલોને કોર્ટે માન્‍ય રાખી આ વિવાદી બાંધકામ વિરૂધ્‍ધની શીરીષભાઇ ગોહેલની અપીલ રદ કરતો હુકમ કરેલ છે.

(1:47 pm IST)