Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જૂનાગઢમાં વરલી-મટકાનો જુગાર રમતા શખ્‍સને ઝડપી પાડયો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૧૯ : રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવઢા તથા ઇ.ચા. પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા નાયબ પોલીસ અધિક્ષક હીતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ઝાંઝરડા રોડ બાબા કોમ્‍પલેક્ષની સામે રાજશ્રી એપાર્ટમેન્‍ટ પાસે મેઇન રોડ ઉપર જાહેરમાં વરલી મટકાનો હાર-જીતનો જુગાર રમતા કમલેશ માધવજીભાઇ હડીયલ જાતે સથવારા ઉવ.૫૨ વેપાર રહે. જૂનાગઢ ઝાંઝરડા રોડ રાજશ્રી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૩૦૪ જેન્‍તિભાઇ ગોવિંદભાઇ બોમતારીયાના મકાનમાં ભાડેથી ને રોકડ રૂા. ૧૪,૫૭૦ સાથે ઝડપી લીધેલ છે.

આ કામગીરી બી. ડીવી. પો.સ્‍ટે.ના એન.એ.શાહની સુચના મુજબ ગુન્‍હા નિવારણ સ્‍કોડના પો.હેડ કોન્‍સ. બી.કે.ઓડેદરા, કે.એન.જોગીયા તથા પો.કોન્‍સ વનરાજસિંહ બનેસિંહ તથા મુકેશભાઇ મગનભાઇ તથા જેઠાભાઇ નાથાભાઇ, દિનેશભાઇ રામભાઇ, પ્રવિણભાઇ કાનાભાઇ, પ્રવિણભાઇ રાણીંગભાઇ, સંજયભાઇ સવદાસભાઇ વિગેરેએ કરી છે.

(1:48 pm IST)