Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વેરાવળ કૃષ્‍ણનગરમાં વિદેશીદારૂનો દરોડો

 

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: વેરાવળ કૃષ્‍ણનગરમાં રહેણાક મકાનમાં વિદેશીદારૂ વેચાતો હોય પોલીસે દરોડો પાડી બોટલ નંગ ૪૦ રૂા.ર૦૦૦નો મુદામાલ કબજે કરેલ હતો આરોપી બનાવના સ્‍થળે મળી આવેલ ન હોય જેથી ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

 વેરાવળ કૃષ્‍ણનગર વિસ્‍તારમાં રહેતા મનસુખ નરશી વધાવી પોતાના મકાનમાં વિદેશીદારૂ વેચતો હોય જેથી પોલીસે દરોડો પાડી વિદેશીદારૂ બોટલ નંગ ૪૦ રૂા.ર૦૦૦ ની કબજે કરેલ હતી દરોડા દરમ્‍યાન આરોપી મળેલ ન હોય તેની સામે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

(2:15 pm IST)