Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સલાયાનાં પોકસોના ગુન્‍હાના આરોપીને ઝડપી પાડતી જુનાગઢ બી.ડીવીઝન પોલીસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૯ :.. રેન્‍જના પોલીસ મહાનીરીક્ષક મયંકસિંહ ચાવડા તથા પોલીસ અધિક્ષક રવિતેજા વાશમશેટ્ટી કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના આદેશથી સલાયાના પોકસો કલમનો નાસતો ફરતો આરોપી રાજેન્‍દ્રસિંહ ચનુભા જાડેજા જાતે. દરબાર ઉ.૩૦ ધંધો ખેતીકામ રહે.દખણાતા બારા ગામ ભોગાત શેરી તા. ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકાવાળાને જુનાગઢ બી. ડીવી. ટીમે ઝડપી લીધો છે.

આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ બી ડીવી. પો. સ્‍ટે.ના પો. ઇ. એન. એ. શાહ નેત્રમ શાખાના પીએસઆઇ પી. એચ. મશરૂ ગુન્‍હા નિવારણ સ્‍કોડના પો. હેડ કો. બી. કે. ઓડેદરા તથા કે. એન. જોગીયા તથા કો. કો. વનરાજસિંહ બનેસિંહ તથા મુકેશભાઇ મગનભાઇ તથા જેઠાભાઇ નાથાભાઇ તથા દિનેશભાઇ રામભાઇ તથા પ્રવિણભાઇ કાનાભાઇ તથા પ્રવિણભાઇ રાણીંગભાઇ તથા સંજયભાઇ સવદાસભાઇ તથા નેત્રમ શાખાના પો. કો. ચેતનભાઇ સોલંકી, હરસુખભાઇ ડોડીયા, હીનાબેન વેગડાએ કરેલ છે.

(1:52 pm IST)