Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

જુનાગઢમાં કાર સહિત દારૂનો ૧.૩૩ લાખનો મુદામાલ જપ્‍તઃ ર નાશી છુટયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૯ :  જુનાગઢ રેન્‍જના આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટી તથા ઇન્‍ચાર્જ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ  વસુંધરા એપાર્ટમેન્‍ટ પાસે  પહોંચતા એક ટુ વ્‍હીલ તેમજ તેની પાછળએક સફેદ કલરની હુંડાઇ વર્ના ફોર વ્‍હીલ કાર ત્‍યાંથી નીકળતા તેને રોકવાનો ઇશારો કરતા વાહનો રોકેલ નહી. અને વાહનો મુકીને નાશી છુટતા કુલ બોટલ નંગ-૭ર કિ. રૂા.૩૩,૧ર૦ તથા હુંડાઇ વર્ના ફોર વ્‍હીલ કાર રજી નં. જી.જે.-૦૧, એચ.કયુ. ૮પ૮૬ જેની કિં. રૂા.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૧,૩૩,૧ર૦નો મુદામાલ કબ્‍જે કરેલ છે.

પોલીસ રૈયા ગોગન શામળા રહે. જુનાગઢ ગાંધીગ્રામ સિંધી સોસાયટી અને ધવલ કિશોરભાઇ મહેતા રહે. જુનાગઢની શોધખોળ હાથ ધરી છે.

આ કામગીરી સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પોલીસ સબ ઇન્‍સ. જે.એમ.વાળા પો. હેડ કોન્‍સ. નિલેશભાઇ ભેટારીયા, પો. કોન્‍સ. રોહીતભાઇ ધાધલ, ચેતનસિંહ સોલંકી, દિલીપભાઇ ડાંગર, મનીષભાઇ હુંબલે કામગીરી કરેલ છે.

(2:08 pm IST)