Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

આવતા મહિને કાલવાણી સ્‍વામીનારાયણ મંદિરમાં ચાર દિવસીય કાર્યક્રમનું શાનદાર આયોજન

સંખ્‍યાબંધ હરિભકતો પરિવાર સાથે લાભ લેશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૧૯: સ્‍થાનિક કેશોદથી નવ કિલોમીટર દૂર આવેલ તાલુકાના કાલવાણી ગામે આવેલ સ્‍વામીનારાયણ મંદિરમાં આવતા મહિનો સતત ચાર દિવસીય સ્‍વામીનારાયણ સંપ્રદાયના અલગ-અલગ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવેલ છે. સતત ચાર દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સંખ્‍યાબંધ હરિભકતો પોતાના પરિવાર સાથે લાભ લેશે અને તે માટેની તમામ વ્‍યવસ્‍થાને આખરી ઓપ અપાય રહયો છે.

કાલવાણી સ્‍વામીનારાયણ મંદિરના કોઠારી સ્‍વામી શ્રી કૃષ્‍ણપ્રિયદાસજીએ આ અંગે જણાવ્‍યુ હતું કે સ્‍વામીનારાયણ સંપ્રદાયની આરતીનું પ્રથમ સ્‍થાન કાલવાણી છે આજ ગામમાં આજ સ્‍થળે પાંચસો સંતોને પરમહંસ દિશા અપાણી હતી

સ્‍વામીનારાયણ સંપ્રદાયના માંગરોળ તથા કાલવાણીમાં શાનદાર શિખરબધ્‍ધ મંદિરનું નિર્માણ કરનાર સ્‍વામી શ્રીનારાયણપ્રિયદાસજીની રાહબરી હેઠળ-કાલવાણી મંદિરનો મૂર્તિ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ તા.૨૧.૨થી ૨૫.૨ સતત ચાર દિવસ માટે ઊજવવામાં આવનાર છે.

ફાગણ સદ-૫ તા.૨૪.૨ના રોજ આચાર્ય મહારાજશ્રીના વરદ હસ્‍તે શ્રી ઘનશ્‍યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્‍ઠા વિધિ તેમજ પાંચસો પરમહંસ સ્‍મૃતિ મંદિરનું ઉદઘાટન તથા નૂતન-ભોજનાલય અને સભાખંડનું ઉદઘાટન થનાર છે.

આ કાર્યક્રમ નિમિતે શ્રી ભાગવત દશમસ્‍કંધ પંચાહન પારાયણનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં આણંદના વ્રજભુમિ શાષાી સ્‍વામીશ્રી નારાયણચરણદાસજી કથાનુ રસપાન કરાવશે

વરસો પછી કાલવાણી ગામે યોજાતા આ કાર્યક્રમ માટે જુનાગઢ તાબાના તમામ મંદિરના સંતો-મહંતો અને હરિભકતો તથા સામાન્‍ય જનતા સંપુર્ણ લાભ લઇ શકે તેવું આયોજન કરવામાં આવેલ છે.

(1:54 pm IST)