Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ગીરના નેસડાઓની શાળાઓમાં નવતર વિદ્યા ઉત્‍સવ

લોકભારતીના ૧રપ શિક્ષકો ગીરના નેસડામાં ૧પ દિ' બાળકોને ભણાવશે : વિગતો આપતા પુર્વ શિક્ષણ નાયબ નિયામક આર.એસ.ઉપાધ્‍યાય

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૯:  જુનાગઢ જીલ્લાના જંગલ વિસ્‍તારમાં આવેલી નેસડાઓની શાળામાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને શિક્ષણ અને ટેકનોલોજી સાથે અભ્‍યાસ કરવા માટેની તક મળે તેમજ શાળાઓની પ્રવૃતિઓ કેવી હોવી જોઇએ વિદ્યાર્થીઓએ શાળામાં શું કરવુ જોઇએ તેનાથી લઇ રમત ગમત યોગ સુધીનું માર્ગદર્શન આપવામાં આવશે.

આ અંગે વિગત આપતા પુર્વ શિક્ષણ નાયબ નિયામક આર એસ ઉપાધ્‍યાયએ જણાવ્‍યું હતું કે નેસ વિદ્યા ઉત્‍સવના શિર્ષક હેઠળ આપણે સૌ પ્રથમ પ્રયોગ કરવા જઇ રહયા છીએ. રાજય સરકાર શિક્ષણને ભુલકાઓનો અધિકાર ગણીને કોઇ તેનાથી વંચીત રહી ન જાય તે માટે આગળ વધી રહી છે.

ત્‍યારે વિસાવદર તાલુકાના ચાંપરડા ગામે શિક્ષણ સંસ્‍થા ચલાવતા કંતીકારી સંત પુ.મુકતાનંદજી મહારાજના સાનિધ્‍યમાં શિક્ષણ ક્ષેત્રે ક્રાંતીકારી પગલાઓ ભરાતા આવ્‍યા છે. તેના ભાગરૂપે આનંદ ધારા વિદ્યાયજ્ઞ હેઠળ આનંદધારા પ્રોજેકટના નિયામક ડો.નલીન પંડીતના માર્ગદર્શન હેઠળ નવતર વિદ્યા ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ વિદ્યા ઉત્‍સવમાં દેશભરમાં પ્રસિધ્‍ધ લોકભારતી સણોસરાના ૧રપ તાલીમનાર્થીઓ ગિરનેશમાં આવેલી શાળાઓમાં અભ્‍યાસ કરતા ભુલકાઓને શિક્ષણનું મહત્‍વ સમજાવી તેને કેમ સરળ કરી શકાય તે સમજાવશે. આગામી તા.૧૭ થી ૩૦ જાન્‍યુઆરી સુધી ગીરનેશમાં આવેલ ર૦ શાળાઓમાં શિક્ષણની ગુણવતા સુધારવા પોતાનું કૌશલ્‍ય બતાવશે. જેનો બેઇઝ કેમ્‍પ જસાધાર અને તુલશીશ્‍યામ રહેશે. આ વિદ્યા ઉત્‍સવમાં કુલ ૧૨૫ તાલીમીઓ કે જે ભવિષ્‍યમાં ઉતમ શિક્ષક સાબીત થવાના છે તેઓ દ્વારા કુલ ૧૩ ટીમો બનાવીને ૧પ દિવસ અલગ અલગ નેસ શાળાઓમાં શિક્ષણ આપશે આ ઉપરાંત આ તાલીમી શિક્ષકો નેસના બાળકોને શિક્ષણ સાથે રમતગમત  તેમજ શાળાઓમાં બાળકોની પ્રવૃતી અને આધુનીક શિક્ષણ અંગે માર્ગદર્શન આપશે. ૧પ દિવસ દરમ્‍યાન બાળકોને લેખન-વાંચન  અને ગણીતનું જ્ઞાન આપવામાં આવશે તે ઉપરાંત સામાજીક પ્રવૃતિઓ શું શું કરવી જોઇએ કેવી રીતે થઇ શકે તેનુ માર્ગદર્શન આપશે લોકભારતી સણોસરાના બીજા વર્ર્ષના આ તાલીમી શિક્ષકોને ગીરની ભુમી ઉપર નેસડાઓમાં વસવાટ કરતા માલધારી પરીવારના ભુલકાઓને વિદ્યાદાન આપવાનો અવસર મળ્‍યો છે ત્‍યારે આગામી તા.૧૭ થી ૧પ દિવસ માટે ગીર નેસડાઓની શાળાઓમાં નવો શિક્ષણ સુર્યોદય થશે.

નેશના બાળકોને મુકતાનંદજી બાપુએ  કોરોના કાળમાં નેસની શાળાઓમાં ટીવી સેટ મુકાવ્‍યા એ પહેલા આવી શાળાઓને માટે શેડ બનાવવા માટે વન વિભાગને સાથે રાખીને ઉત્‍કૃષ્‍ટ કામગીરી કરી હતી. ૫૦ બાળકોને કોઇ પણ જાતની ફી વગર પોતાની શાળામાં અભ્‍યાસ કરે,  હોસ્‍ટેલ સેવા આપેલ છે.

(1:55 pm IST)