Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

આર્થિક પછાત વિધાર્થીઓને કોચિંગ ક્‍લાસ-ટયુશન ક્‍લાસ સહાય યોજનામાં વર્ગખંડની લઘુતમ સંખ્‍યાના નિયમોમાં ફેર વિચારણા જરૂરી : ડો.પ્રિયવદન કોરાટ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૧૯ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડના સીનિયર સદસ્‍ય ડો.પ્રિયવદન કોરાટએ ગુજરાત બીન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના અધ્‍યક્ષ  બી.એચ.ઘોડાસરાને લેખિત રજૂઆતમા જણાવ્‍યુ છે કે,ગુજરાત બીન અનામત આયોગ દ્વારા ધો.૧૧-૧૨ સાયન્‍સ ટયુશન સહાય અને JEE(જી), GUJCET(ગુજકેટ), NEET(નીટ) પરિક્ષા માટેની કોચિંગ સહાય આપવામા આવે છે.જેમા કોચિંગ સહાય આપવાના માપદંડોમાં કોચિંગ ક્‍લાસ(વર્ગ ખંડ)માં વિદ્યાર્થીનીઓની લઘુતમ સંખ્‍યા ૨૦ નક્કી થયેલ છે.

ગ્રામ્‍ય વિસ્‍તાર અને નાના તાલુકાઓની શાળાઓમાં ધો.૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ વિદ્યાર્થીનીઓની ર્ીસંખ્‍યા ખૂબ ઓછી હોય છે.સામાન્‍ય રીતે ૧૦થી લઈ ૨૦ કે ૨૫ની હોય છે.આવી શાળાઓના વિદ્યાર્થીનીઓની વર્ગમા સંખ્‍યા ૨૦થી ઓછી હોવાથી યોગ્‍ય લાયકાત અને નબળી આર્થિક સ્‍થિતિ ધરાવતા બીન અનામત વર્ગોના વિદ્યાર્થીનીઓ આ સહાયથી વંચિત રહી જાય છે.જેથી વર્ગખંડમા લઘુતમ સંખ્‍યાના નિયમમા ફેર વિચારણા કરી વિદ્યાર્થીનીઓના હિતમા નિર્ણય કરવા ડો.કોરાટે જણાવ્‍યુ છે.

(2:08 pm IST)