Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબીમાં બેકાબુ કન્‍ટેનરે બાઇકને ઉલાળતા ચાલાક અજયભાઇને ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧પઃ  મોરબી શહેરમાં શક્‍તિ ચેમ્‍બર પાસે બેકાબૂ કન્‍ટેનરે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયો છે

ફરિયાદી પ્રકાશભાઈ કાજીયાએ જણાવ્‍યું હતું કે, તેમનાભાઈ અજયભાઈ સ્‍પ્‍લેન્‍ડર મોટર સાયકલ નંબર ઞ્‍થ્‍-૩૬-થ્‍-૮૨૧૮ પર સવાર થઈને જતા હતા. એ સમયે શક્‍તિ ચેમ્‍બર પાસે મોરબી થી વાંકાનેર તરફ જવાના રોડની કટ પર આરોપી ટ્રક કન્‍ટેનર નંબર ઞ્‍થ્‍-૧૨-ગ્‍હ્‍-૮૦૦૨ના ચાલકે કન્‍ટેનરને બેફામ ગતિએ હંકારીને અજયભાઈના બાઈકને સાઈડથી ટક્કર અજયભાઈ ફંગોળાઇને રસ્‍તા પર પડી ગયા હતા. આ ઉપરાંત તેના બંને હાથ અને ડાબા પગ ઉપર કન્‍ટેનર ફરી જતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયા હતા. હાલ અજયભાઈ સારવાર હેઠળ હોસ્‍પિટલમાં દાખલ છે જ્‍યારે અકસ્‍માત સર્જીને કન્‍ટેનર ચાલક ફરાર થયો હતો. 

આ ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:57 pm IST)