Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ર વર્ષથી નાસતા ફરતા શખ્‍સને ઝડપી લેતી જુનાગઢ ક્રાઇમ બ્રાન્‍ચ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૯: રેન્‍જના પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી તથા ઇચા. પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હઠળ બે વર્ષથી ફરાર યોગેશ દેવશીભાઇ ઉર્ફે પોલાભાઇ પરમાર (ઉ.વ.ર૭) રહે. મુળ ગામ, જુનાગઢ, ધરાનગર, જકાતનાકા સામેની શેરીમાં હાલ રહે. રાજકોટ શાપર ગામ, શેરી નં. ૪ મગનભાઇ વાલ્‍મીકીના મકાનમાં ભાડેથીને ઝડપી પાડયો.

આ કામગીરીમાં બ્રાઇમ જુનાગઢના પોલીસ ઇન્‍સ્‍પેકટર જે. એચ. સિંધવ તથા પો. બસ. ઇન્‍સ. જે. જે. ગઢવી ડી.કે. ઝાલા તથા એ.એસ.આઇ. નિકુલ પટેલ તથા પો. હેડ કોન્‍સ. પ્રકાશભાઇ ડાભી, જીતેષ મારૂ તથા પો. કોન્‍સ. દિપકભાઇ બડવા વિગેરે પો. સ્‍ટાફને સાથે રહી કામગીરી કરવામાં આવેલ.

(2:15 pm IST)