Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

રાજકોટના શ્‍યામ રબારીએ મારી પત્‍ની સાથે ફોનમાં વાત કેમ કરે છે ? તેમ કહી તેના મિત્રો દ્વારા યુવકને ધમકાવી રૂપિયાની માંગણી કરીઃ ૪ શખ્‍સોના રીમાન્‍ડ મંગાયા

પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્‍સ પેઢીમાંથી બોલતા હોવાની ઓળખ આપી કાર લોન બાબતે વોટસએપ કોલ કરતી તે બાબતનો ગેરલાભ ઉઠાવી આરોપી રાજકોટના શ્‍યામ રબારીએ ધમકી આપેલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૧પઃ મોરબીના જેતપર ગામના યુવકને મારી પત્‍ની સાથે ફોનમાં વાત કેમ કરે છે ? તેમ કહી ધમકાવી રૂપિયા માંગણી કરવાના ગુન્‍હામાં પકડાયેલ ચારેય શખ્‍સોને રીમાન્‍ડ પર લેવા તજવીજ હાથ ધરાઇ છે.

મળતી વિગતો મુજબ હળવદના જુના દેવળિયા ગામના રહેવાસી અને જેતપર ગામે દુકાન ધરાવતા કળણાલ વિનોદભાઈ અઘારા (ઉ.વ.૨૪) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે આજથી દોઢ બે માસ પૂર્વે વોટસએપ કોલ કરીને પ્રિયાબેન રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્‍સ પેઢીમાંથી બોલતા હોવાની ઓળખ આપી કાર લોન બાબતે ફોન કરતા હતા અને અવારનવાર ફોન પર વાત કરતા તે બાબતનો ગેરલાભ ઉઠાવીને આરોપી શ્‍યામ રબારી(રહે રાજકોટ વાળા) એ ફોન કરી કળણાલ અઘારાએ ફોન પર ધમકાવી ગાળો આપી તું મારી પત્‍ની સાથે ફોન પર કેમ વાતો કરે છે કહીને ઘરેથી ઉપાડી જઈશ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આરોપી જયદીપસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા તેમજ રવિ દિલીપ ખટાણા વચ્‍ચે પડી મુખ્‍ય આરોપી શ્‍યામ રબારી સાથે સમાધાનની વાત થઇ ગયેલ છે અને દસ લાખ તેને ચૂકવી દીધા છે જે રૂપિયા તારે આપવા પડશે કહીને ધમકી આપી હતી જેથી ફરિયાદી યુવાને મોબાઈલ ફોન બંધ કરી દેતા પિતાના મોબાઈલ પર ફોન કરી દીકરાનું સમાધાન કરાવેલ છે તેના રૂપિયા દસ લાખની માંગણી કરી દીકરાને ઉપાડી જઈને મારી નાખશું તેવી ધમકી આપી હતી.બનાવ મામલે મોરબી તાલુકા પોલીસના પીએસઆઈ એસ એન સગરકા અને વિજય સવસેટા સહિતની ટીમે તપાસ ચલાવી હતી અને આરોપી જયદીપસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા( રહે બંગાવડી તા. ટંકારા), રવિ દિલીપ ખટાણા (રહે શકત શનાળા મોરબી), મયુર ગોવિંદ ખટાણા અને બીલનબેન દોશી એમ ચાર આરોપીને ઝડપી લીધા છે ે આરોપી જયદીપસિંહ પર અગાઉ જામનગર પોલીસમાં અપહરણ તથા ખંડણીના ગુન્‍હો દાખલ હોવાની માહિતી આપી હતી તેમજ આરોપી શ્‍યામ રબારી રહે રાજકોટ વાળાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ ચારેયને આજે રીમાન્‍ડ અર્થે કોર્ટમાં રજુ કરનાર છે.

(3:35 pm IST)