Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ભાવનગરમાં એક્ષ્પોર્ટરો અને એક્ષ્પોર્ટ કરવા ઈચ્છતા ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:  ભાવનગર જીલ્લો એક્ષ્પોર્ટનું હબ બને તે માટે સરકારશ્રી તથા તેને સંલગ્ન વિભાગો અને સૌરાષ્ટ્ર ચેમ્બર સતત પ્રયત્નશીલ છે .આ પ્રયત્નોના ભાગરૂપે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભારત સરકારનાં વાણીજ્ય મંત્રાલય અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન ( FIEO ) અમદાવાદ ચેપ્ટરનાં સંયુક્ત ઉપક્રમે ઉદ્યોગકારો માટે આગામી તા .૨૭.૦૧.૨૦૨૩ ને શુક્રવારનાં રોજ સાંજે ૦૫:૩૦ કલાકે ભાવનગર ખાતે AWARENESS PROGRAM ON EXPORTS UNDER DISTRICT AS EXPORT HUB સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે .

   આ સેમીનારમાં એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ ( ડીજીએફટી ) -રાજકોટ , જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર - ભાવનગર સહીતનાં વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી માહિતી અને માર્ગદર્શન આપશે .જેમાં એક્ષ્પોર્ટ કરવા ઈચ્છતા ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટની તકો , પ્રક્રિયા તેમજ હાલમાં એક્ષ્પોર્ટ કરતા ઉદ્યોગકારોને એક્ષ્પોર્ટ પોલીસી અંગેના તાજેતરનાં સુધારાઓથી માહિતગાર કરવામાં આવશે . સદર સેમીનારમાં રજીસ્ટ્રેશન ફરજીયાત અને નિઃશુલ્ક છે .આ સેમીનારમાં મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાનાં ધોરણે રજીસ્ટ્રેશન તા .૨૫.૦૧.૨૦૨૩ સુધીમાં ચેમ્બર કાર્યાલય ( ૩૧૫ , સાગર કોમ્પ્લેક્ષ , જશોનાથ સર્કલ , ભાવનગર ) ખાતે ફોન નં . ૦૨૭૮ ૨૪૨૪૨૭૯/૨૪૩૦૦૪૦ પર કાર્યાલય સમય ૧૨ થી ૫ દરમિયાન ( રવિવાર સિવાય ) કરાવી શકાશે

(7:00 pm IST)