Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મોરબીમાં ગ્રાહકના સ્વાંગમાં અઢી લાખની સોનાની બુટી ચોરી કરનાર બે મહિલા ઝડપાઈ.

એ ડીવીઝન પોલીસે ચોરી કરનાર બંને મહિલાઓને ઝડપી લીધી ચોરીમાં ગયેલ ૧૦ સોનાની બુટીની જોડી રીકવર કરવામાં સફળતા.

મોરબી શહેરના સોની બજારમાં જવેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ બે મહિલાઓએ વેપારીની નજર ચૂકવી અઢી લાખની કિમતની સોનાની ૧૦ જોડી બુટીની ચોરી કરી ગઈ હોય જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી બે મહિલા આરોપીને ઝડપી લઈને ચોરીનો મુદામાલ રીકવર કર્યો છે

  મોરબીના રવાપર ઘુનડા રોડ પર શ્રીજી હાઈટ્સ બ્લોક નં ૧૦૩માં રહેતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી હાર્દિકભાઈ અને તેના કાકા અલ્કેશભાઈ રવેશિયા સોની બજારમાં આવેલ અંબાજી જવેલર્સ નામની દુકાને હોય ત્યારે બપોરે ત્રણેય વાગ્યાના અરસામાં બે મહિલા ગ્રાહક તરીકે આવી હતી અને કાનની બુટી લેવાનું કહેતા કાકાએ મહિલાઓને સોનાની બુટી વારાફરતી બતાવી હતી અને બુટી જોઇને બાદમાં જતી રહી હતી જેને દુકાનમાંથી કોઈ ખરીદી કરી ના હતી મહિલાઓના ગયા બાદ હાર્દિકભાઈ અને તેના કાકાએ જોતા ટેબલ નજીક રાખેલ સોનાની બુટીનું બોક્ષ જોવા મળ્યું ના હતું જે બોક્સમાં દસ જોડી બુટી હોય જેનું વજન આશરે ૪૪.૯૬૦ ગ્રામ કીમત રૂ ૨,૫૦,૦૦૦ ની ચોરી કરી ગઈ હતી
  આ બનાવને પગલે એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી હતી જેમાં સીસીટીવી ફૂટેજને આધારે તેમજ હુમન સોર્સીસની મદદથી ચોરી કરનાર બંને મહિલાઓ દરબારગઢ પાસે હોવાની માહિતી મળતા એ ડીવીઝન પોલીસ ટીમે આરોપી રજિયા મયુદીન ખલીફા (રહે ભવાનીનગર ઢોળો હળવદ )અને મરસજીના ઉર્ફે મુસ્કાન ઈલમદીન ઉર્ફે બાબુ ખલીફા (રહે મોરબી ચોકડી પાસે હળવદ )એમ બેને ઝડપી લઈને ચોરીમાં ગયેલ કાનની બુટી જોડી નંગ ૧૦ વજન આશરે ૪૪.૯૬૦ ગ્રામ કીમત રૂ ૨.૫૦ લાખનો મુદામાલ રીકવર કરવામા આવ્યો છે
  આ કામગીરીમાં એ ડીવીઝન પીઆઈ એચ એ જાડેજા, પીએસઆઈ કે એચ ભોચીયા, રાજદીપસિંહ પ્રતાપસિંહ, કિશોરદાન ગંભીરદાન, કિશોરભાઈ મેણંદભાઈ, અંબાપ્રતાપસિંહ પ્રવીણસિંહ, ચકુભાઈ દેવશીભાઈ, હિતેશ વશરામભાઈ, સિદ્ધરાજસિંહ અનિરુદ્ધસિંહ, સિદ્ધરાજભાઈ કાનજીભાઈ, અરજણભાઈ મેહુરભાઈ અને તેજાભાઈ આણંદભાઈ સહિતની ટીમ જોડાયેલ હતી

(10:44 pm IST)