Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

જામનગરમાં કોંગ્રેસ પરિવર્તન લાવશે : હાર્દિક પટેલ

કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષની રેલી - સભા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૯ : મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા અંતિમ તબક્કાના પ્રચાર માટે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલની ભવ્ય રેલી જામનગરમાં યોજાય હતી.

આ રેલીમાં કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ, તત્કાલીન વિપક્ષી નેતા અને ઉમેદવાર અલ્તાફ ખફી, અસલમ ખીલજી, જેનબબેન ખફી અને ફેમિદાબેન ઝુણેજા સહિતના ઉમેદવારોના પ્રચારમાં રેલીમાં ઠેર-ઠેર પુષ્પ વર્ષા થતી જોવા મળી હતી. જામનગરમાં કોંગ્રેસ પરિવર્તન કરશે અને સતા પર કોંગ્રેસને મતદાન માટે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે હાકલ કરી છે. (તસવીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(11:27 am IST)