Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કેશોદની શાળાઓમાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓનો શૈક્ષણિક કાર્યના પ્રારંભે ૨૦ ટકા છાત્રોની હાજરી

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૧૯: સમગ્ર વિશ્વ સહિત ભારતમાં પણ ગત માર્ચ મહિનાથી કોરોના મહામારીએ આતંક મચાવ્યો છે જેના ભાગરૂપે ગત ૨૨ માર્ચથી સમગ્ર દેશમાં લોક ડાઉન જાહેર કરવામાં આવતાં વિદ્યાર્થીઓના તમામ શૈક્ષણિક કાર્ય બંધ કરવાની ફરજ પડી હતી.

ગત મહિને ધોરણ ૯ તથા ૧૧ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો હતો ત્યાર બાદ આજથી ધોરણ ૬ થી ધોરણ ૮ ના શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયોછે ત્યારે શાળા તરફથી વિદ્યાર્થીઓને ટેમ્પ્રેચર તેમજ સેનેટાઈઝ કરી સરકારની ગાઇડલાઇના સંપુર્ણ પાલન સાથે શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાવ્યો છે શૈક્ષણિક કાર્યના પ્રથમ દિવસે વીસ ટકા જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા જોવા મળી હતી. પરંતુ શૈક્ષણિક કાર્યના પ્રારંભે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓ પણ કોરોના અંગે જાગૃત બની સરકારની ગાઇડલાઇન મુજબ સંપુર્ણ સોશ્યલ ડીસ્ટ્નટનું પાલન કરતા જોવા મળ્યા હતા.

(10:25 am IST)