Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વિસાવદર પાલિકાનું ૯ વિરૂધ્ધ ૧૦ મતે બજેટ નામંજૂર : રાજકીય ગરમાવો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૧૯: સ્થાનિક સ્વરાજયની ચૂંટણી ટાણે જ ભાજપ શાસિત વિસાવદર નગર પાલિકાનુ બજેટ નામંજૂર થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજરોજ વિસાવદર નગર પાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી.જેમાં કુલ ૧૯ સદસ્યો હાજર રહ્યા હતા.ભાજપનાં ૪ સદસ્યો ગેરહાજર હતા.જેનાં પરિણામે બજેટ પર મતદાન થતા ૯ વિરૂધ્ધ ૧૦ મતે બજેટ નામંજૂર થયુ હતુ.જો કે,વિસાવદર નગર પાલિકાનાં પ્રમુખ કૌશિકભાઈ વાદ્યેલાનાં જણાવ્યા અનુસાર ભાજપનાં આ ચારેય સભ્યો પ્રસંગમાં રોકાયેલા હોવાથી હાજર રહ્યા નથી.અસંતોષની કોઈ વાત નથી.આગામી દિવસોમાં ફરી બજેટ બેઠક બોલાવીશુ જેમાં બજેટ મંજૂર થઈ જશે.પાલિકાના ચીફ ઓફિસર સી.એન.પટેલનાં જણાવ્યા અનુસાર જનરલ બોર્ડની બેઠકમાં ૧ થી ૧૬ મુદ્દા પૈકી બજેટ સહિતનાં ૨ મુદ્દા ૯ વિરૂધ્ધ ૧૦ મતે નામંજૂર કરાયા હતા.બેઠક શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી.

(10:27 am IST)