Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમરેલી જીલ્લામાં ચૂંટણી સભા ગજવતા કેન્દ્રીય મંત્રી

નરેન્દ્રભાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂપે વિશ્વને ૮ મી અજાયબી આપી : ભાજપ વિકાસ સમર્પિત પાર્ટી : સ્મૃતિ ઇરાની

અમરેલી ,તા. ૧૯: કેન્દ્રીય મહિલા અને બાલ કલ્યાણ મંત્રી સ્મૃતિ ઇરાનીને જણાવેલ કે અત્યાર સુધીમાં વિશ્વમાં ૭ અજાયબી હતી પણ કેન્દ્રમાં ગુજરાતના પુત્ર નરેન્દ્રભાઇના શાસન સંભાળ્યા બાદ નર્મદા જીલ્લામાં કેવડીયા કોલોની લોખંડી પુરૂષ વલ્લભભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ થયા બાદ વિશ્વમાં હવે ૮ અજાયબી છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે.

તેમણે અમરેલી જીલ્લામાં આયોજીત એક ચૂંટણી સભામાં જણાવેલ કે મોદી અહીં ન રોકાયા. ભગવાન શ્રીરામના જન્મ સ્થળની વર્ષોથી વિવાદીત રહેલ જમીનનો સુખદ અંત લાવ્યા બાદ મંદિર નિર્માણ કાર્યમાં વ્યસ્ત છે અને રામ મંદિર વિશ્વની ૯મી અજાયબી બનશે.

સ્મૃતિએ ભાજપને વિકાસ સમર્પીત પાર્ટી જણાવતા કહેલ કે વિકાસ કાર્ય કરીને તે હંમેશા લોકોના હૃદયમાં રાજ કરે છે. જનતા પણ સરકારના કાર્યોના લીધે પોતાનો કિંમતી મત ભાજપને આપે છે. ગુજરાતમાં સ્થાનીક ચૂંટણીઓમાં ભાજપના ૨૧૯ ઉમેદવારો ર્નિવિરોધ ચૂંટાયા છે. જ્યારે કોંગ્રેસને ચૂંટણી પહેલા એક પણ બેઠક નિર્વિરોધ મળી નથી.

(11:25 am IST)