Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

વાંકાનેર પાલિકા ચૂંટણી જંગનો જામતો માહોલ

ભાજપ, કોંગ્રેસ, આપ, બીએસપી, અપક્ષ ઉમેદવારો મેદાનમાં

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૧૯ : વાંકાનેર પાલિકાની ર૮ બેઠકો માટે ભાજપના ર૪, આમ આદમી પાર્ટીના ૧૮, કોંગ્રેસના ૧૭, બીએસપીના ૬, અપક્ષ ૪ ઉમેદવારો સહિત અનેક ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે અને ચૂંટણી જંગનો માહોલ જામ્યો છે.

વોર્ડ નં.૧માં આઇએનસીમાંથી રમેશભાઇ લવજીભાઇ ડાભી, હસીનાબેન હુશેનભાઇ સીપાઇ, સુગનબેન રાજુભાઇ માલકિયા, ગીરીરાજસિંહ ગકુલસિંહ ચાવડા ભાજપમાંથી કાંતીલાલ રાયમલભાઇ કુંઢીયા, મીરાબેન હસમુખભાઇ ભટ્ટી, શૈલેષભાઇ જયંતીભાઇ દલસાણીયા, દીવુબેન શામજીભાઇ પલાણીએ ચૂંટણી જંગમાં ઝૂંકાવ્યું છે.

વોર્ડ નં.ર માં આઇએનડીમાં રાજેન્દ્રસિંહ ઘેલુભા ઝાલા, લવજીભાઇ લાલજીભાઇ અંબાલિયા, રાજેશભાઇ ભુરાભાઇ (બસપા) બદ્રીકયા,(બસપા) નગાજીભાઇ સવજીભાઇ ભાટી, સંજયભાઇ સુંદરજીભાઇ ધામૈયા, શકીનાબેન હૈદરઅલી ભટ્ટી, મંજુબેન જંગદીશાઇ ખુમાણ, (આપ)નેમીશાબેન નરેન્દ્રભાઇ રાઠોડ, જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ, એજાઝભાઇ સલીમભાઇ બ્લોચ, શામજીભાઇ પરશોતમભાઇ બદ્રકીયા, (આઇએનસી) લતાબેન નાથાભાઇ વિંજવાડીયા, કમળાબેન નરેન્દ્રભાઇ મકવાણા, પ્રદ્યુમન ભૂપતભાઇ પઢીયાર, વીસાભાઇ સાતાભાઇ માંડાણી, (ભાજપ)માંથી ફોર્મ ભર્યા છે.

વાંકાનેર પાલિકાના વોર્ડ નં.૩માં ભારતીબેન વિનોદગર ગોસ્વામી, માયા હસમુખભાઇ મદ્રેસાણીયા, યશવંતસિંહ હોથીજી જાડેજા (આઇએનસી) ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, માલતીબેન મીતેષભાઇ પંડયા, કોકીલાબેન કિર્તકુમાર દોશી (ભાજપ) ઉસ્માનભાઇ અલારખાભાઇ હાલા (આપ), જીતેન્દ્રભાઇ કાંતીલાલ સીમાણી (ભાજપ) વિક્રમભાઇ નવીનભાઇ ગેલોય (આપ) ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

વોર્ડ નં.૪માં અરમાન મહંમદભાઇ કાબરા, રજાકભાઇ હાસમભાઇ તરીયા, ઇલાબેન દિનેશભાઇ રાઠોડ (આઇએનસી) ભાનુબેન કેશાભાઇ  સારેસા(આપ) વિરાજ અનંતરાય મહેતા, સંગીતાબેન ઉતમભાઇ સોલંકી, રઝીયાબેન રહીમભાઇ પરમાર, જાકીરહુશેન મોહસીનભાઇ બ્લોચ (બીએસપી) જાહેદાબેન ઇરફાન કાફી (આઇએનસી) અને નવઘણભાઇ વજાભાઇ શામળએ આઇએનડીમાંથી ઝૂકાવ્યું છે.

વોર્ડ નં.પમાં મહમદ રેહમાનભાઇ રાઠોડ (આપ) રમશેભાઇ મણીલાલ ધામેચા (આઇએનસી) હેમાબેન ધર્મેશભાઇ ત્રીવેદી (ભાજપ) ભાવનાબેન કનૈયાભાઇ પાટડીયા (ભાજપ) ભાવેશભાઇ ભોગીલાલ શાહ (ભાજપ) રાજ કેતનભાઇ સોમાણી(ભાજપ) શરીફાબેન મહમદભાઇ રાઠોડ (આપ) તોફીશભાઇ ઇસ્માઇલભાઇ અમરેલીયા (આપ)

વોર્ડ નં. ૬માં સુરેશ હસમુખભાઇ વોરા (આઇએનડી), ઉર્મિલાબા ધર્મેન્દ્રસિંહ ઝાલા, હંસાબેન સુરેશભાઇ બારૈયા, ફીરોજ અબ્દુલભાઇ દલ, જનકસિંહ કૃષ્ણસિંહ જાડેજા (આપ) જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ, જશુબેન રમેશભાઇ જાદવ, સુનીલભાઇ મનસુખભાઇ મહેતા, બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા, (ભાજપ) ધર્મેન્દ્રસિંહ બીપીનસિંહ ઝાલા, (આઇએનડી) એ ફોર્મ ભર્યા છે.

વોર્ડ નં. ૭માં હિમાંશુભાઇ મોહનભાઇ ગેડીયા(આપ) જલ્પા ભરતભાઇ સુરેલા(આપ) જયશ્રીબેન ભરતકુમાર સુરેલા(ભાજપ) રાધાબેન નાનુભાઇ ઉધેરજા (આપ) રીટાબા ગજેન્દ્રસિંહ રાઠોડ (ભાજપ) ગોવિંદભાઇ રૂખડભાઇ રાઠોડ (આપ) રમેશભાઇ વશરામભાઇ વોરા(ભાજપ) દેવાભાઇ રેવાભાઇ ગમારા (ભાજપ)ના ઉમેદવારોએ ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે.

(11:27 am IST)