Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કચ્છમાં ૪૭ હજાર વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા

શાળા ખૂલતાં છાત્રોમાં ભારે ઉત્સાહ, વાલીઓની સંમતિ કરતાં ૧૨ હજાર છાત્રો વધુ આવ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા૧૯:  કચ્છમાં ધોરણ ૬ થી ૮ ની શાળાઓ શરૂ થતાં છાત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ તો ૩૫ હજાર વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલવા સંમતિ આપી હતી. પણ, પ્રથમ દિવસે ૪૭ હજાર ૩૬૫ બાળકો શાળાએ હાજર રહ્યા હતા. આમ, ૧૨ હજાર છાત્રો શાળાએ હાજર રહેતાં શિક્ષકો પણ ભારે ઉત્સાહિત હતા અને તેમણે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કોરોના કાળ બાદ શરૂ થયેલી શાળાઓ માં હજી પણ ધીરે ધીરે હાજરી વધતી જશે એવું લાગે છે.

(11:28 am IST)