Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ગેરેજના કામથી સતત કારીગરના હાથ કાળા પણ દિલ અને નીતિ ચોખી ચણાક

ગ્રાહક રોકડા રૂપિયા ભરેલું પાકીટ ભૂલી ગયા અને ફોન કરી બોલાવી પાકીટ પરત કર્યુ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.૧૯: ગોંડલ તાલુકાના સુલ્તાનપુર ગામના અને રાજકોટ ને કર્મભૂમિ બનાવનાર જયેશભાઈ દવે પોતાનું બાઈક સર્વિસ કરાવવા ઢેબર રોડ પાસે ગોપાલ નગર મેઈન રોડ પર આવેલ વિનોદ ઓટો ગેરેજ ખાતે પહોંચ્યા હતા દરમ્યાન રોકડા રૂ. ૨૩૦૦૦૦ ને ચેક બુક સાથેનું પર્સ ભૂલી ને નીકળી ગયા હતા. જયેશભાઇ ને પર્સ યાદ આવતા તેને શોધવા આકાશ પાતાળ એક કરવા લાગ્યા હતા ત્યાંજ ગેરેજ સંચાલક રમેશભાઇ નો સામે થી કોલ આવેલ કે તમારું રૂપિયા ભરેલ પાકીટ મારા ગેરેજે તમો ભૂલી ગયેલ છો લઈ જજો.. આ શબ્દો સાંભળતાજ જયેશભાઇ એ હાશકારો અનુભવ્યો અને કહી ઉઠ્યા કે હજુ ઈમાનદારી મરી પરવરી નથી ગેરેજના કામથી જેના હાથ ૨૪ કલાક કાળા રહેછે પણ દિલ અને નીતિ ચોખ્ખી ચણાક છે.

ગેરેજ સંચાલકની ઈમાનદારી એવી કે પર્સ સોંપતા કહ્યું કે રૂપિયા ગણી લેજો ઓછા નથી થયા ને ત્યારે સામે ની વ્યકિત એ જણાવેલ કે તમે પર્સ પરત સોંપી ને તમારી ઈમાનદારી બતાવેલ છે એજ સાબિત છે કે આપ ઈમાનદાર છો યુવાને સંચાલકનો આભાર માની કહ્યું કે શુભેચ્છા ભેટ આપવી છે રમેશભાઈ એ જવાબ આપ્યો કે રૂપિયા હાથનો મેલ છે એ તો આવે ને જાય સાચી તો માણસાઈ છે એ મટવી ન જોઈએ હું ઈમાનદારી નો ટુકડો ખાવા વાળો છું મારા મજૂરીના હક લઉ છું ને મેં આ પર્સ તમને પરત કર્યું તે તમારા હકનું હતું તમારું હતું એટલે મેં તમને પાકીટ માં રહેલ ચેક બુકમાં રહેલ મોબાઈલ નંબર પરથી કોન્ટેકટ કરીને કોલ કર્યો છે માટે તમારૂ તમને મુબારક મારે શુભેચ્છા ભેટ પણ ન જોઈએ.

(11:28 am IST)