Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોરબીના સુનિલને પૈસાની ઉઘરાણી માટે ટંકારા ઉઠાવી જઇ ધોલધપાટ

ધોકા ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરાઇઃ મોરબી, ટંકારાના શખ્સો સામે રાવ

રાજકોટ તા. ૧૯: મોરબીના વીસીપરા-૨માં રહેતાં અને મીનરલ વોટરનું કામ કરતાં સુનિલ ભરતભાઇ અગેચણીયા (ઉ.વ.૨૨) નામના યુવાનને રાતે તે ઘર નજીક હતો ત્યારે ટંકારા અને મોરબીના શખ્સોએ ગાડીમાં નાંખી ટંકારાની એક વાડીમાં લઇ જઇ ધોલધપાટ કરી છોડી મુકતાં મોરબી સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.

સુનિલે પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને મોરબીનો બુધીયો અને ટંકારાનો બોધીયો સહિતના સહિતના શખ્સો રાતે ગાડીમાં બેસાડીને ટંકારાની એક વાડીમાં લઇ ગયા હતાં ત્યાં ધોકા ઢીકા પાટુનો માર મારી છરીથી પણ ઇજા કરાયાનું કહ્યું હતું. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરી હતી.

સુનિલના સગા આનંદભાઇના કહેવા મુજબ સુનિલ અગાઉ રૂ. ૧૮ હજાર ઉછીના લીધા હતાં. જેમાંથી બાર હજાર ચુકવી દીધા હતાં. હવે ૬ હજાર ચુકવવાના બાકી હતાં. આ પૈસાની ઉઘરાણી મામલે ઝઘડો કરી તેને ટંકારા ઉઠાવી જઇ માર મારવામાં આવ્યો હતો. મોરબી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:40 am IST)