Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોરબીની એકસલ સ્પોર્ટસ એકેડમીની ટીમ ચેમ્પિયન

મોરબીની એકસલ સ્પોર્ટસ એકેડમીની ટીમ ચેમ્પિયન

મોરબી : અન્ડર ૧૩ ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપન સૌરાષ્ટ્ર સીઝન બોલમાં સૌરાષ્ટ્રની ૮ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઈનલ મેચમાં મોરબીની એકસલ સ્પોર્ટ્સ એકેડેમી અને જામનગરની એનસીએ ટકરાઈ જેમાં જામનગરે પ્રથમ બેટિંગ કરી ૨૫ ઓવરમાં ૧૫૬/૮ વિકેટ સાથે બનાવ્યા હતા જેના જવાબમાં ટાર્ગેટ ચેઝ કરતા મોરબીની એકસેલ સ્પોર્ટ્સ એકેડમી ટીમે ૧૫૭/૫ વિકેટ સાથે બનાવી ટ્રોફી મોરબીના નામે કરી હતી. મેચના હીરો તરીકે રાધે ભીમાણી ૯૪ નોટ આઉટ રહ્યો હતો અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું જયારે અર્જુન જેઠવાએ ૫ વિકેટ લીધી હતી ટુર્નામેન્ટમાં બેસ્ટ બેટ્સમેન રાધે ભીમાણી જયારે બેસ્ટ બોલર અર્જુન જેઠવા બન્યા હતા. ચેમ્પીયન ટીમની તસ્વીર.(તસ્વીર : પ્રવિણ વ્યાસ, મોરબી)

(11:40 am IST)