Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

જામકલ્યાણપુર તાલુકા પંચાયત માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મરણીયો જંગ

ગયા વખતે ભાજપે કોંગ્રેસના ટેકાથી સતા મેળવી હતી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૯ : દેવભુમી દ્વારા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકા પંચાયત માટે ભાજપ કોંગ્રેસ વચ્ચે મરણીયો જંગ શરૂ થયો છે . ગયા વર્ષે ભાજપે કોંગ્રેસના ટેકાથી શાસન સંભાળ્યું હતું.

કલ્યાણપુર તા.પં.ની મોટા આસોટા બેઠક માટે ભાજપમાં જીવીબેન સુખાત ચાવડા તથા કોંગ્રેસમાં સંતોકબેન રામભાઇ ચાવડા છે દેવળીયા તા.પં.ની બેઠક માટે ભાજપમાંથી ખીમાભાઇ આંબલિયા તથા કોંગ્રેસમાંથી ખીમાભાઇ કરમુર છે.

ગઢકા તા.પં.ની બેઠક માટે ભાજપમાંથી જમન ડાયા ડાવી, કોંગ્રેસમાંથી વલ્લભભાઇ પરમાર તથા અપક્ષ ભીમદેવસિંહ જાડેજા ચુંટાયા હતા લાંબા  બેઠક માટે ભાજપમાંથી રણમલભાઇ સુવા તથા કોંગ્રેસમાંથી દેશુરભાઇ ચાવડા છે તા.પં. જુવાનપુર બેઠક માટે ભાજપમાંથી પ્રેમજી વસરામ નકુમ, કોંગ્રેસમાંથી દેવરામભાઇ સોનગરા તથા આપના તુષાર લખુ હાથલિયા છે લાંબા-૧ બેઠકમાં ભાજપમાથી મોતીબેન ચેતરીયા, કોંગ્રેસમાંથી જીવીબેન રામશીભાઇ કંડોટિયા તથા અપક્ષ વાલીબેન વજશી ગાગલિયા છે.લાંબા-ર બેઠકમાં ભાજપમાંથી મનીષાબેન મેઘનાથી કોંગ્રેસમાંથી કસ્તુરબેન રામાણી તથા આપમાંથી મધુબેન મેઘનાની છે.

મેવાસા તા.પં.ની બેઠકમાં ભાજપમાંથી જીવીબેન ગાધેર તથા કોંગ્રેસમાં રાધાબેન કરસન માંડમ છે. નંદરણા તા.પં.ની બેઠક માટે ભાજપમાંથી ભાવનાબેન મકવાણા, કોંગ્રેસમાથી સરલાબેન મકવાણા તથા આપમાંથી નર્મદાબેન મકવાણા છે. અપક્ષમાં મનીસાબેન માતંગ છે. રાણ લીંવડી તા.પં.ની બેઠક માટે ભાજપમાંથી હતીબેન હડીયલ તથા કોંગ્રેસમાંથી સંતોકબેન સોડીગરા છે.

ભાટીયા-૧ બેઠક માટે ભાજપમાંથી કસ્ુતરબેન જયંતીલાલ પરમાર તથા કોંગ્રેસમાનિ વનીતાબેન વિનોદ નકુમ છે ભાટીયા-ર બેઠકમાં ભાજપમાંથી રાજેશભાઇ પરબત પરમાર તથા કોંગ્રેસમાંથી મનારી હરદાસ ગોઝીયા છે ભાટીયા-૩ તા.પં.માં ભાજપમાંથી મુજેબેન પરમાર તથા કોંગ્રેસમાંથી પુષ્પાબેન પરમર છે કેનેડી તા.પં. બેઠક માટે ભાજપમાંથી ગોમતીબેન પોપડા તથા કોંગ્રેસમાંથી ગંગાબેન પાલધર છે. ભોગાત તા.પં. બેઠક માટે ભાજપમાંથી કવિ સુખાત ભાટીયા, કોંગ્રેસમાંથી કાનાભાઇ કરંગીયા તથા અપક્ષ નથુ તારમલ ભાયકા છે.

બાંકોડી તા.પં. સીટમાં ભાજપમાંથી રામીબેન ગોઝીયા તથા કોંગ્રેસમાંથી રાજીબેન ગોઝીયા છે. તા.પં. ની પટેલમ બેઠકમં ભાજપમાંથી ધર્મિષ્ઠાબા સુરભા જાડેજા  તથા કોંંગ્રેસમાંથી ધર્મિષ્ઠાબા વિજયસિંહ જાડેજા લડે છે. નાવદરા તા.પં. બેઠકમાં ભાજપમાંથી કુંવરબેન રાવલીયા તથા કોંગ્રેસમાંથી મંજુબેન પોસીટીયા છે. ધતુરીયા તા.પં. બેઠક માટે ભાજપમાંથી હમીરભાઇ કરમુર તથા કોંગ્રેસમાંથી ખીમા અરજણ આંબલીયા છે. અપક્ષ તરીકે મહેશભાઇ બેલા છે. ગોરાણા તા.પં.ની બેઠક માટે ભાજપમાંથી માલદે પુંજા ગોરાલીયા, કોંગ્રેસમાંથી સુરૂભાઇ ગોરાલીયા તથા આપમાંથી હોમી રામભાઇ ગોરાલીયા છે રાજપર બેઠકમાં ભાજપમાંથી રાઝીબેન ગોમીયા તથા કોંગ્રેસમાંથી મંજુબેન જોગલ છે જયારે કલ્યાણપુરમાં ભાજપમાં પુરીબેન કોડીયાતર, કોંગ્રેસમંથી માલાભાઇ જાદવ તથા આપમાંથી અબ્દુલ ગફાર જુમાભાઇ છે.

કલ્યાણપુરની ટંકારીયા તા.પં. સીટમાં ભાજપમાંથી હરભમભાઇ ઓડેદરા, કોંગ્રેસમાંથી રાણમલભાઇ કંડોરીયા, તથા આપમાંથી સુભાષભાઇ ગોઝીયા છે. હરીપર તા.પં.ની બેઠકમાં ભાજપમંથી દીપક પરમાર કોંગ્રેસમાંથી મુકેશ પરમાર તથા અપક્ષ શિવાભાઇ જામ છે.

(12:42 pm IST)