Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

૨૦૧૮માં આતંકવાદીને ઠાર કરનાર અમરેલી જીલ્લાના નાનકડા ગામના સી.આર.પી.એફ.ના ૨૮ વર્ષના હરેશ બોરીચાનું દિલ્હી ખાતે DG દ્વારા પી.એન.જી એવોર્ડ આપી સન્માન

આતંકી પ્રવૃતિ સામે ઓપરેશન પાર પાડવામાં કાઠી ક્ષત્રિય યુવાનએ મહત્વપૂર્વ ભૂમિકા ભજવી હતી

રાજુલા,તા. ૧૯: જાફરાબાદ તાલુકાના નાનકડા એવા બાલાનીવાવ ગામના વતની હરેશભાઇ દેસાભાઈ બોરીચા સી.આર.પી.એફ માં ૨૦૧૪મા તેમની નોકરીની શરૂઆત થઈ હતી અને અનેક સરહદો પર ફરજ બજાવી છે અત્યારે તેમની ૨૮ વર્ષ ની ઉંમર છે આટલી ઉંમરએ આ જવાનએ અનેક આતંકવાદી સામે મહત્વ ના ઓપરેશન પાર પાડ્યા છે તેમની ફરજ દરમ્યાન હરેશભાઇ બોરીચા અતિ સેન્સિટિવ વિસ્તારોમાં ફરજ બજાવી છે પરંતુ તેમની બહાદુરી અને વીરતાને તેમના ઉચ્ચ અધિકારીઓ દરરોજને માટે બિરદાવી પ્રશંશા કરી રહ્યા છે તેમની દેશ પ્રત્યે પ્રેમ ભાવ રાષ્ટ્ ભાવના અને લાગણીના કારણે જવાનોમાં પણ તેમની લોક ચાહના આટલી જ છે અને તેની કામગીરીના કારણે તેની ફરજ દરમ્યાન અનેક વખત સન્માનીત કરાયા છે તારીખ ૨૬/૧૧/૨૦૧૮માં આતંકવાદી ઉપર ઓપરેશનમાં સૌથી પહેલા આ જવાન એ આતંકવાદી ને ઠાર મારી દીધો હતો અને ખૂબ બહાદુરી પૂર્વક કામગીરી કરાય હતી જેના કારણે સી.આર.પી.એફ.ના DG  એમ.પી.મહેશ્વરી દ્વારા દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ કાર્યકમ યોજાયો હતો જેમા DGના હસ્તે હરેશભાઇ બોરીચા જવાનનુ સન્માન કરાયુ હતુ અને પ્રોત્સાહન આપતા આ જવાનનો ઉમંગ પણ વધ્યો હતો જયારે આ જવાન એ સમગ્ર અમરેલી જિલ્લાનુ ગૌરવ વધાર્યું છે નાના એવા બાલાનીવાવ ગામના કાઠી ક્ષત્રિય સમાજમાંથી આવતા હરેશ બોરીચા એ ૨૦૧૪ની સાલમાં સિલેક થઈ ફરજ બજાવી છે સાથે સાથે ૨૦૨૧ સુધી અનેક બહાદુરીથી વીરતા ભરી કામગીરી કરી ચુકયા છે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં ઉત્સાહ છવાયો છે.

તારીખ૨૬-૧૧ વર્ષ ૨૦૧૮માં પુલવાના તરાલમાં સી.આર.પી.એફ. દ્વારા ઓપરેશન કરાયુ હતુ અને આ હરેશ બોરીચા જવાન દ્વારા પ્રથમ આતંકવાદીને ઠાર માર્યો હતો આ પ્રકારની અનેક દેશ માટે કામગીરી કરી ચુકયો છે હાલમાં પુલવાના અવંતી પુરમાં ફરજ બજાવે છે.

(12:45 pm IST)