Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અગાઉ ઉહાપોહ થયા બાદ આજે જામનગરમાં હોમગાર્ડ જવાનો માટે ફરીથી મતદાન

જામનગર : જામનગરમાં હોમગાર્ડ માટે આજે ફરીથી મતદાન શરૂ કરાયું છે. ૫૩૨ હોમગાર્ડ જવાનો માટે એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં મતદાનનો પ્રારંભ થયો છે. અગાઉ મતદાનમાં ઉહાપોહ થતા ફરીથી મતદાન પ્રક્રિયા કરવાનો કલેકટરે આદેશ આપતા ૪૦૦ જેટલા બેલેટ પેપર રદ કરી તમામ હોમગાર્ડનું મતદાન આજે ફરીથી યોજાયું છે. સવારે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ફેસિલિટી સેન્ટર મતદાન પ્રક્રિયા શરૂ કરાઇ છે. (અહેવાલઃ મુકુંદ બદિયાણી તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(12:50 pm IST)