Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ખંભાળીયા, મીઠાપુર, વરવાળા, ગાંધવીની પરણીતાને દહેજ સહિત બાબતે સાસરીયાનો ત્રાસ

ખંભાળીયા,તા.૧૯ : દ્વારકા જિલ્લામાં પરણીતાને પતિ સહિતના સાસરીયાઆ દહેજ સહિતની બાબતે ત્રાસ આપતા ખંભાળીયા, મીઠાપુર, વરવાળા તેમજ કલ્યાણપુર ગાંધવી ગામની પરણીતાઅએ સાસરીયા  સામે મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ખંભાળિયાના રઘુમીલ પાછળ ચુનાના ભઠ્ઠા પાસે નવાપરામાં માવતરના ધરે રહેતી નિતાબેન દાનીશભાઈ ઘેરા (ઉ.વ,.૨૮)નામની મહેશ્વરી પરિણીતાએ મુંબઈના ઉલ્લાસન ગરમાં ગવર્મેન્ટ હોસ્પિટલ પાછળ રહેતાં પતિ દાનીશ ઉર્ફે શની અશોકભાઈ ઘેરા, સાસુ ધારાબેન, સસરા અશોકભાઈ જયરાજ, જેઠાણી પુજા સંજયભાઈ, દિયર રવી, નણંદ ચંદા તેમજ હિના ઉર્ફે દમયંતિ વિરૂધ્ધ ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન વર્ષ ૨૦૧૭માં દાનીશ ઉર્ફે શની સાથે થયા હતા. લગ્ન જીવનના થોડો સમય સારી રીતે રાખ્યા બાદ સાસરીયાઓ નાની નાની બાબતે મેણાંટોણા મારી ગાળો કાઢી મારકુટ કરી સંતાન સાથે ખંભાળિયા ખાતે માવતરે મુકી ગયા હતા.

દ્વારકાના વરવાળા ગામે માવતરે રહેતી કોમલબેન કારૂભાઈ સોલંકી (ઉ.વ.રર) નામની કોળી પરિણીતાને જામરાવલ ગામે રહેતાં પતિ કારૂભાઈ માલદે સોલંકી, જેઠ જગદીશ માલદેભાઈ, જેઠાણી મણીબેન જગદીશભાઈ, સાસુ મોતીબેન દહેજ લાવવા બાબતે દબાણ કરી  ત્રાસ આપી પતિને દહેજ ઓછું લાવી છે તેવી ચડામણી કરી ત્રાસ આપતાં હતાં, બનાવ અંગે પોલીસે કોમલબેનની ફરીયાદ પરથી દતેજ પ્રતિબંધિત સહિતની કલમ હેઠળ પતિ સહિત સાસરીયા સામે ગુનો નોંધ્યો છે.

 મિઠાપુર ટાટા ટાઉનશીપમાં પ્લેટીનીયમ જયુબેલી કવાર્ટરમાં પિયર ધરાવતી અને હાલ અહીંજ રહેતી કલ્પનાબેન મહેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.૩૦)નામની પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં મોરબીના મકનસર રેલ્વે સ્ટેશનની બાજુમાં રહેતાં પતિ મહેન્દ્રભાઈ કરશનભાઈ પરમાર તથા સાસુ દેવુબેન વિરુધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન ૨૦૧૪માં રીત રિવાજ મુજબ મહેન્દ્ર સાથે થયાં હતાં. લગ્નના થોડા મહિનાઓ સારી રીતે રાખ્યા બાદ પતિ અને સાસુ નાની નાની બાબતોમાં મેણા ટોણાં મારી ત્રાસ આપતાં હતાં. તેમજ પતિ દારૂ પીને ઘરે આવી ગાળો કાઢતો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બધામાં સાસુ દેવુબેન પતિને ચડામણી કરતાં પતિ વધુ ઉશ્કેરાઈ ત્રાસ ગુજારતો હતો. આ અંગે પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે મોરબી રહેતાં પતિ અને સાસુ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચોથા બનાવમાં પોરબંદરના રાણાવાવ ગામે સાસરીયું ધરાવતી અને હાલ કલ્યાણપુર પંથકના ગાંધવી ગામે માવતરના ઘરે રહેતી દિવ્યાબેન અશ્વિનગીરી રામદતી (ઉ.વ.૨૧)નામની બાવાજી પરિણીતાએ રાણાવાવમાં ચામુંડા માતાજીના મંદિર પાસે રહેતાં પતિ ભાવીકગીરી કૈલાશગીરી મેઘનાથી, સાસુ નિલાબેન, સસરા કૈલાશ ગીરી વિરૂધ્ધ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના લગ્ન બાદ તે સંયુકત કુટુંબમાં રહેતી હતી. લગ્નના એકાદ મહિના પછી સાસુ નિલાબેન અને સસરા કૈલાશગીરી ઘરકામ બાબતે ટોકટોક કરી તું કંઈ કરીયાવર લાવી નથી કહી પતિને પણ ચડામણી કરતાં હોવાથી પતિ પણ તને રસોઈ બનાવતાં આવડતી નથી કહી મેણાટોણા મારી ઝગડો કરતાં હતાં. અને ત્રણેયે મને વાળ પકડીને મારૂ માથું કબાટમાં અથડાવતાં કપાળમાં ઈજા પહોંચાડી હતી. અને મને પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકતાં હું હાલ મારા માવતરના ઘરે રહુ છું બનાવ અંગે પરિણીતાની ફરીયાદ પરથી પોલીસે પતિ,સાસુ અને સસરા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:51 pm IST)