Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

કલ્યાણપુરના નંદાણાની યુવતિનું ઇન્સ્ટાગ્રામ ઉપર આઇડી બનાવનાર વિરૂધ્ધ ગુનો

યુવતિના અંગત ફોટા અપલોડ કરી બદનામ કરવાના ઇરાદે કૃત્ય : અજાણ્યા શખ્સની શોધખોળ

ખંભાળિયા,તા. ૧૯: કલ્યાણપુરના નંદાણા ગામની યુવતિનું ઇન્સ્ટાગ્રામ ઉપર એકાઉન્ટ બનાવી તેણીના અંગત ફોટો અપલોડ કરી સામાજીક રીતે બદનામ કરવા કૃત્ય આચરનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ સાયબર સેલમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે શખ્સની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સુત્રોની વિગત મુજબ નંદાણા ગામની ૨૧ વર્ષીય યુવતિના નામનું શિતલ આહીર ૧૪૩૧૪૩ નામે ઇન્સ્ટાગ્રામ ઉપર યુઝર આઇડી બનાવી તેણીના અંગત ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મુકી બદનામ કરવા માટે કોઇ અજાણ્યા શખ્સ દ્વારા કૃત્ય આચરવામાં આવતાં આ અંગે યુવતિએ જિલ્લા સાયબર સેલમાં ફરીયાદ નોંધાવી છે. જે ફરીયાદના આધારે પોલીસે આઇડી બનાવનાર અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

રાણાવાવનો ચાલક ઝબ્બે

ભાણવડના ત્રણ પાટીયા પાસે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે સમયે પસાર થઇ રહેલી જી.જે.૨૫ ૦૭૭૦ નંબરની કારને રોકી તલાશી લેતા કારમાંથી બિયરના ટીન નંગ ૧૪ કિં. રૂ. ૧૪૦૦ના મળી આવતા પોલીસે કાર ચાલક રાણાવાવના ગ્રીનસીટીમાં રહેતાં દેવા સુકા ખુંટી (ઉવ.૪૨) નામના મહેર યુવાનને ઝડપી લઇ બીયરના ટીન, કાર સહિતનો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

(12:51 pm IST)