Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

પોરબંદરના રાણાકંડોરણા અને ખાંભોદરમાં સાંજે પુરૂષોતમભાઇ રૂપાલાની ચૂંટણી સભાઓ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૯ :  જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા આજે પોરબંદરના રાણાકંડોરણા અને ખંભોદરમાં આવીને સાંજે વારાફરતી ચૂંટણી જાહેરસભાઓને સંબોધન કરશે.  અગાઉ-રાણાકંડોરણામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી જાહેર સભાને સંબોધવાનો કાર્યક્રમ નકકી થયો હતો. પરંતુ વિજયભાઇ રૂપાણીનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા તેમના સ્થાને કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા આવીને જાહેરસભાઓને સંબોધન કરશે. કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા રાણાકંડોરણા જાહેર સભા બાદ ખાંભોદરની જાહેર સભાને સંબોધન કરશે.

(12:52 pm IST)