Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

શાપર-વેરાવળમાં ભાજપ કાર્યાલયનો શુભપ્રારંભ

શાપર વેરાવળ : જીલ્લા પંચાયતના ૩૪ વેરાવળ શાપરના ઉમેદવાર ગીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલારા દ્વારા શાપર -વેરાવળમાં ભાજપ કાર્યાલયને મનસુખભાઇ ખારચલીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શાપર વેરાવળના બંને ઉમેદવારોની જંગી લીડથી જીતાડવા આહવાન કરાયું હતું. ભાજપના ઉમેદવાર ગીતાબેન ધર્મેન્દ્ર ટીલારા રવિરાજસિંહ જાડેજા, ગોવિંદભાઇ રાઠોડ, બાબુભાઇ ગઢીયા, અશ્વિનભાઇ ગઢીયા, સહદેવસિંહ જાડેજા, જસમતભાઇ સાગાણી,  જય સરદાર યુવા ગ્રુપના પ્રમુખ દુષ્યંતભાઇ ટીલારા સહીત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. (તસ્વીર -અહેવાલ : કમલેશ વસાણી શાપર વેરાવળ)

(12:53 pm IST)