Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

મોટર સાયકલના પાછળના પૈડામાં દુપટો અટવાતા આંબરડીની યુવતિનું મોતઃ પિતા સાથે ધુતાર પર ગામે જતા બનેલ ઘટના

જામનગરના દરેડ ગામે દુકાનમાં કલર કામ કરતા યુવાનનું વિજ-શોક લાગતા મૃત્યુ

જામનગર, તા.૧૯: રાજકોટ જિલ્લાના આંબરડી ગામે રહેતા અશોકભાઈ મનજીભાઈ ધવવાણી, ઉ.વ.૪૦ એ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કાજલબેન અશોકભાઈ ધલવાણી, ઉ.વ.૧૮, રે. આબરડી ગામ વાળા પોતાના પિતા સાથે મોસાયકલમાં પાછળ બેસીને ધુતાર પર ગામના પાટીયાથી અંદર જતા રસ્તા પર મોટરસાયકલના પાછળના પૈડામાં દુપટ્ટો આવી જતા નીચે પડી જતા મૃત્યુ પામેલ છે.

દરેડ ગામે ગોદડીયા વાસમાં રહેતા શોભનાબેન રવિભાઈ ગોદડીયા, ઉ.વ.૩૦ એ પંચ બી પોલીસ સ્ટેશનમાં  જાહેર કરેલ છે કે, રવિભાઈ રમેશભાઈ ગોદડીયા, ઉ.વ.૩પ, રે. દરેડ, રામાપીરના મંદિર પાછળ, ગોદડીયા વાસ, દરેડ ગામે રામાપીરના મંદિર કાનાભાઈ પ્રજાપતિની દુકાનની બાજુમાં ચાર નવી દુકાન બનેલ છે તેમાં કલર કામ કરતા હતા ત્યારે ડાબા હાથના અંગુઠામાં તથા આગળીમા તથા બંને પગના અંગુઠામાં કરંટ લાગવાથી બળી ગયેલની ઈજા થયેલ હતી કરંટ લાગતા મૃત્યુ પામેલ છે.

બિમારી સબબ પરણિતાનું મોત

અહીં રામાપીરના મંદિરની પાસે વાલ્મીકી વાસમાં રહેતા કાન્તીભાઈ કેશુભાઈ પઠાણ, એ સીટી સી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, વિજયાબેન કાન્તીભાઈ પઠાણ, ઉ.વ.પ૬, રે. શંકર ટેકરી, વાલ્મીકીવાસ, રામાપીરના મંદિરની પાસે, જામનગરવાળાને દશેક દિવસ પહેલા તાવ તેમજ ઝાડાની બિમારી થયેલ હોય અને ત્યારબાદ શરીરમાં નબળાઈ આવી જતા પ્રથમ સમર્પણ હોસ્પિટલમાં લઇ જતા કમરો થયેલ હોય અને ત્યારબાદ જી.જી.હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

ધ્રોલ ગામેથી મોટરસાયકલ છૂ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નરેન્દ્રભાઈ ચનાભાઈ ગોંડલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, રૂદ્ર પેલેસના ખુલ્લા પાર્કિંગમાં ખારવા રોડ, એ  પોતાનું સ્પેન્ડર મોટર સાયકલ નં.જી.જે.૧૦–ડી.જી.૬૬૪૬ વાળું કાળા કલરનું અને લાલબ્લુ પટ્ટાવાળુ કિંમત રૂ.૩પ,૦૦૦/– નું પાર્ક કરેલ હોય જે કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દરેડ જી.આઈ.ડી.સી. માંથી મોટરસાયકલ ચોરાયાની રાવ

પંચ બી પોલીસ સ્ટેશનમાં સબીરભાઈ જુમાભાઈ ખફી એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ જી.આઈ.ડી.સી. પ્લોટ નં.૩૯પ૧ હિનલ બ્રાસપાર્ટ ઈન્ડસ્ટ્રીઝના કારખાનામાં પાર્કિંગમાં  પોતાનું સ્પેન્ડર મોટર સાયકલ નં.જી.જે.૧૦–ડી.ડી.–૮૧૮૬ વાળું કાળા કલરના પટ્ટાવાળુ કિંમત રૂ.૩પ,૦૦૦/– નું પાર્ક કરેલ હોય જે કોઈ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

ફલ્લા ગામે દારૂ સાથે ઝડપાયો

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છેકે, ફલ્લા ગામે મફતીયાપરામાં આરોપી લાલુભા ઉર્ફે લાલો ભીખુભા વાઘેલા એ પોતાના મકાને વિદેશી દારૂ રોયલ કલાસીક વ્હીસ્કી ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ બોટલ નંગ–૩૧, કિંમત રૂ.૧પ,પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા દારૂનો જથ્થો પુરો પાડનાર આરોપી ભરતસિંહ જાડેજા ફરાર થઈ ગયેલ છે.

બેડ ગામે દારૂ સાથે બે ઝડપાયાઃ બે ફરાર

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ગીરીરાજસિંહ કિરીટસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે,  બેડ ગામના પાટીયા પાસે મનોજ રણછોડભાઈ અલગોતર, રે. સિકકાવાળો પ્લસર મોટરસાયકલ નં.જી.જે.–૧૦–એ.જી.–૧ર૪૬માં જયુબીલી વ્હીસ્કી બોટલ નંગ–૭, કિંમત રૂ.૩પ૦૦/– તથા મોટર સાયકલ કિંમત રૂ.૧પ,૦૦૦/–મળી કુલ કિંમત રૂ.૧૮,પ૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.તથા દારૂ પૂરો પાડનાર ધીરજ કાન્તીલાલ ચૌહાણ ફરાર થઈ ગયેલ છે.

સિકકા કારાભુંગામાં આરોપી ધીરજ કાંતિલાલ ચૌહાણ, રે. સિકકાવાળો એ પોતાના મકાને જયુબીલી વ્હીસ્કી ૭પ૦ એમ.એલ. ફોર સેલ ઈન હરીયાણા ઓન્લી લખેલ બોટલ નંગ–૧ર, કિંમત રૂ.૬૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:56 pm IST)