Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

ધોરાજીથી ગૌહાટી 600 મેટ્રિક ટન ડુંગળી ભરીને ત્રીજી કિસાન રેન્ક રવાના દેશમાં સર્વ પ્રથમ કિસાન રેન્ક ગુજરાતના ધોરાજી થી રવાના થઈ : અગાઉ ધોરાજી થી બાંગ્લાદેશ ડુંગળી નિકાસ થઈ 'તી : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માનતો રાજ્યના ખેડૂતો તેમજ વેપારીઓ

કિસાન રેન્ક ને કારણે ધોરાજીના ખેડૂતોને ડુંગળીમાં પુરતો ભાવ મળ્યો છે હજુ મગફળી ઘઉં બાબતે સરકાર આ પ્રકારની ટ્રેનનો આપે તો આ વિસ્તારના ખેડૂતોને મોટો ફાયદો થશે : દીપક વ્યાસ (વેપારી)

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી :- સૌરાષ્ટ્રના  ખેડૂતો અને સાહસિક વેપારીઓ ના સંકલનથી  600 મેટ્રિક ટન ડુંગળી ભરી દેશની પ્રથમ ત્રીજી વખત કિસાન રેન્ક ટ્રેન ધોરાજી થી ગોહાટી રવાના થઇ છે.

વિશેષ માહિતી આપતા સૌરાષ્ટ્રના ડુંગળીના વેપારી દીપકભાઈ વ્યાસ પત્રકારોને જણાવેલ કે 2020 માં લોકડાઉન દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો ની ડુંગળી ધોરાજી થી સિદ્ધિ બાંગ્લાદેશ નિકાસ કરવામાં આવી હતી જે દેશની પ્રથમ ટ્રેન નિકાસ માટે ધોરાજી થી રવાના થઈ હતી.

આજે ત્રીજી  ટ્રેન કેન્દ્ર સરકાર અને પશ્ચિમ રેલવે ભાવનગર ડિવિઝનના સહકારથી વિશેષ ટ્રેન જેને કિસાન રેન્ક નામ આપવામાં આવ્યું છે તે ગુડ્સ ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રના વેપારીઓ દ્વારા સૌરાષ્ટ્રના પોરબંદર જિલ્લા રાજકોટ જિલ્લા જૂનાગઢ જિલ્લા દ્વારકા જિલ્લા ગીર સોમનાથ જિલ્લા વિસ્તારમાંથી ખેડૂતો પાસેથી અંદાજિત 500 થી 600 રૂપિયા સુધીના ભાવમાં પોષણક્ષમ ભાવો માં ડુંગળીની ખરીદી કરાઈ હતી જે ડુંગળી કિસાન દરેક દ્વારા આશરે ૬૦૦ મેટ્રિક ટન ડાયરેક્ટ ગોહાટી વિશેષ ટ્રેન દ્વારા ઝડપભેર પહોંચાડવામાં આવશે પશ્ચિમ રેલવે વિભાગ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે ખુબ ફાયદાકારક નીવડશે તેમજ હજુ જો વિદેશમાં નિકાસ કરવાની છૂટ મળે તો ભારત દેશમાં વિદેશી હૂંડિયામણ પણ વધી શકે તેવું વેપારીઓએ જણાવ્યું હતું.

દીપકભાઈ વ્યાસે વધુમાં જણાવેલ કે પહેલા ગુડસ ટ્રેન આવતી જતી હતી પરંતુ 8 દિવસે સ્થળ ઉપર માલ પહોંચે તો બગડી બગડી જવાની પણ ફરિયાદો આવતી હતી પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે કિસાન બેંક નામની નવી ટ્રેનો આપી છે અને ઈન્ટરનેટના માધ્યમથી માત્ર 72 કલાકમાં ગોહાટી પહોંચાડી દે છે જેથી કરીને ડુંગળી વ્યવસ્થિત અને સારી ક્વોલિટીમાં ત્યાંના વેપારીઓને મળે છે.

કિસાન આંદોલન ખેડૂતો માટે વ્યાજબી છે કે નહીં ?

ધોરાજી::::ધોરાજીના ખેડૂત અને વેપારી અગ્રણીઓ દીપકભાઈ વ્યાસ ને પત્રકારોએ કિસાન આંદોલન ખેડૂતો માટે વ્યાજબી છે કે નહીં તે પ્રશ્ન પૂછતા તેમણે જવાબ આપ્યો કે કોઈપણ નવું મકાન બાંધવુ હોય તો જૂનું મકાન પૂરું પડે તો નવી સુવિધાઓ આપને મળે પ્રકારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કિસાનોને વર્ષોજૂના જે કાયદાઓ હતા તેમાં સુધારો કરી અને કિસાનોને ફાયદો થાય પ્રકારે નવો કાયદો લાવેલ છે જેથી કરીને મારા માનવા પ્રમાણે ખેડૂતોને કોઈ નુકસાન થશે નહિં આજે જોતાં ડુંગળીના જે ભાવ કિસાનોને અત્યારે મળ્યા છે તે પણ નવા કાયદામાં પણ ખેડૂતોને ફાયદો થયો છે.

ડુંગળી ની જેમ મગફળી અને શાકભાજી પ્રકારે લઈ જવામાં આવે તો ખેડૂતોને વધુ ફાયદો થશે કે નહીં..?

ધોરાજી:::પત્રકારોએ વેપારીઓને પ્રશ્ન પૂછ્યો કે આજ વિસ્તારમાં વિસ્તારમાં જે રીતે ડુંગળી લઇ જવામાં આવે છે પ્રકારે મગફળી ઘઉં અને શાકભાજી અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે તો ખેડૂતોને ફાયદો થશે કે નહીં તે બાબતે દીપકભાઈ વ્યાસ જણાવેલ કે હાલમાં ધોરાજી અને વિસ્તારના ખેડૂતોને ડુંગળીમાં જે પ્રકારે ફાયદો થયો છે પ્રકારે ઘઉં લઈ જવામાં આવે તેમજ મગફળી લઈ જવામાં આવે તો વધારે પડતો ખેડૂતોને ફાયદો થશે તેમજ હાલમાં સૌરાષ્ટ્રમાં ટામેટાનો ભાવ નહિવત છે તો ટમેટાની તેમજ અન્ય શાકભાજી ને પણ અન્ય રાજ્યોમાં મોકલવામાં આવે અથવા તો અન્ય દેશોમાં મોકલવામાં આવે તો પણ ખેડૂતોને મોટો ફાયદો થશે તે બાબતે સહકાર વિચારવું જોઈએ

સાથે ધોરાજીના ખેડૂતો અને વેપારીઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નો આભાર માન્યો હતો અને સાથે સાથે રેલવે મંત્રાલય અને ભાવનગર ડિવિઝન નો પણ આભાર માન્યો હતો

 ધોરાજી થી સીધી ગોહાટી જતી ત્રીજી કિસાન રેન્ક ટ્રેનને ભાવનગર ડિવિઝનના અધિકારીઓએ લીલી ઝંડી આપી નોન સ્ટોપ રવાના કરી હતી

 

(4:29 pm IST)