Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સાવરકુંડલાના લુવારા ગામે મહિલા સાથે અશોભનિય વર્તન તેમજ ગેરશિસ્ત આચરવા બદલ પોલીસ હેડ કોન્સ્ટેબલને ફરજ મોકુફ કરતા ભાવનગર રેન્જ વડા

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના લુવારા ગામે અશોકભાઇ જૈતાભાઇ બોરીચા વોન્ટેડ હતા તેઓની ચોક્કસ બાતમી આધારે અમરેલી જીલ્લાની લોકલ ક્રાઇમ બ્રાંચ તથા SOG લુવારા ગામે તા.૨૬/૦૧/૨૦૨૧ના રોજ રેડ કરવા ગયેલ હતાં. તે દરમ્યાન અમરેલી જિલ્લાના SOG ખાતે ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઇ પરમાર બ.નં.૭૧૯નાઓએ અશોકભાઇ જૈતાભાઇ બોરીચાના બહેન હેમુબેન W/O દિનેશભાઇ વાસ્તુરભાઇ ખાચરનાઓ સાથે અશોભનિય વર્તન કરેલ, જે શિષ્તબધ્ધ પોલીસ ખાતાના સભ્ય હોવા છતાં હેમુબેન સામે ગેરશિસ્ત આચરી, અશોભનિય વર્તન કરી ફરજમાં નિષ્કાળજી અને ગેરશિસ્ત દાખવેલાનું જણાઇ આવેલ હોય તેઓએ ગુજરાત રાજ્ય સેવા વર્તૂણંક નિયમોનો ભંગ કરવાની કસુર કરેલ હોય જે કસુર સબબ પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજયકુમાર ગીગાભાઇ પરમાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા સમગ્ર બાબતને ધ્યાનમાં લઇ ભાવનગર રેન્જ વડા અશોક કુમાર IPS નાઓ દ્વારા પોલીસ હેડ કોન્સ્ટેબલ સંજય કુમાર ગીગાભાઇ પરમારને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરી તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(10:49 pm IST)