Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

જામજોધપુરમાં 20 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો: બે આરોપીની ધરપકડ: બે આરોપીઓ ફરાર : 18,5 લાખનો મુદામાલ કબ્જે

જામનગરના જામજોધપુરમાં થયેલી 20 લાખની લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. બે દિવસ પહેલા થયેલી લૂંટની ઘટનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને પાસેથી પોલીસે 18.5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ લૂંટના ગુનામાં હજુ બે આરોપીઓ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે

(11:58 pm IST)