Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ; સમગ્ર પંથકમાં ભર ઉનાળે ચોમાસાની સ્થિતિ

- ડુંગર, કુંભારીયા, માંડરડીમાં ધોધમાર વરસાદ :ધારેશ્વર, જાપોદર, સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ

અમરેલીના રાજુલા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો છે, સમગ્ર પંથકમાં ભર ઉનાળે ચોમાસાની સ્થિતિસર્જાઈ છે રાજુલા પંથકના ડુંગર, કુંભારીયા, માંડરડીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે જયારે ધારેશ્વર, જાપોદર, સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદવરસ્યો છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે

(5:04 pm IST)