Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ગીર સોમનાથના ગીર ગઢડામાં કરા સાથે કમોસમી વરસાદ :ફરેડા ગામે ભારે પવન સાથે કરા પડતા ખેડૂતોની વધી ચિંતા

ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ:ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

ગીર સોમનાથના ગીર ગઢડામાં કરા સાથે વરસાદ પડ્યો છે.ફરેડા ગામે ભારે પવન સાથે કરા પડતા જગતનો તાત બેહાલ જોવા મળ્યો.કરા પડવાના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે.ભારે પવન સાથે કરા પડતા ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે.ગીર સોમનાથમાં ગીરગઢડાના જંગલ વિસ્તારના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે.ધોકડવા, ચીખલ કુબા, નીતલી, વડલી, જસાધાર, સરની ખોડીયાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો

   
(8:19 pm IST)