Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ગીર ગઢડા, ઉના અને તાલાલામાં વાતાવરણમાં પલટો :ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ

આંબાના મોર ખરી પડ્યા : કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું:પાક ઘટશે અને ભાવો ઊંચા જશે સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે

તાલાલા : કેસર કેરી માટે જાણીતા એવા ગીર સોમનાથ જિલ્લામાં કરા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. ગીર ગઢડા, ઉના અને તાલાલામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને કરા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. આ વર્ષે ભારે માત્રામાં આંબાના બગીચામાં ફ્લાવરિંગ આવ્યું હતું.

ખેડૂતોને આશા હતી કે આ વર્ષે સારી કમાણી થશે, પરંતુ કમોસમી વરસાદથી કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. કેરીનો પાક ઘટશે અને ભાવો ઊંચા જશે અને સાથે જ કેરી બજારમાં 15થી 20 દિવસ મોડી પહોંચશે. કુદરતી આફત સામે લાચાર ખેડૂતો તંત્ર સમક્ષ સહાયની માગ કરી રહ્યા છે.

.

(9:32 pm IST)