Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ગોંડલ નાં યુવાન નુ અપહરણ કરી વાડીએ લઈ જઈ હોકી વડે માર માર્યો: બે શખ્સો સામે પોલીસ ફરિયાદ

ભોજરાજપરામા રહેતા યુવાનનો મિત્ર ક્રિકેટ સટ્ટામા હારી જતા બે શખ્સોએ અપહરણ કરી વાડીએ લઈ જઈ કોરા ચેકમા સહી કરાવી હોકી વડે બેરહમ માર માર્યાની ફરિયાદ

ગોંડલમા ભોજરાજ પરામા રહેતા યુવાનનો મિત્ર ક્રિકેટ સટ્ટામા હારી ગયો હોય બે શખ્સોએ યુવાનનુ અપહરણ કરી વાડીએ લઈ જઈ કોરા ચેક મા સહી કરાવી પડાવી લઈ હોકી વડે બેરહમ માર માર્યાની ફરિયાદ સીટી પોલીસમા થતા પોલીસે ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ભોજરાજ પરામા રહેતા અને રાજકોટ મારવાડી શેરબજારની ઓફીસમા ડીલર તરીકે નોકરી કરતા રાજન કેતનભાઇ મોવલીયાએ મયુરસિહ ઝાલા તથા અજાણ્યા શખ્સ સામે પોતાનુ અપહરણ કરી માર મારી કોરો ચેક પડાવી લેવા અંગે પોલીસ મા ફરિયાદ કરી છે.

ફરિયાદમા જણાવ્યા મુજબ પોતાના મિત્ર રોબીન ધીરુભાઈ માદરીયા એ મયુરસિહ ઝાલાનો ફોન નંબર માંગતા આપ્યો હતો.આ અંગે મયુરસિહને વાત પણ કરી હતી.દરમ્યાન રોબીને મયુરસિહ પાસેથી ક્રિકેટ નુ આઇડી મેળવી ક્રિકેટ સટ્ટા મા રુ.પચાસ હજાર હારી જતા બાદમા મોબાઇલ બંધ કરી ગોંડલ બહાર જતો રહ્યો હોય મયુરસિહે રાજનને ફોન કરી કહેલ કે તારો મિત્ર ક્રિકેટના સટ્ટા મા રુ.પચાસ હજાર હારી ગયેલ છે.તે તારે આપવા પડશે, રાજને પૈસા આપવાની ના પાડતા મયુરસિહે ગાળો આપી ધમકી આપી હતી.બાદ મા રાજન વછેરાના વાડા થી બસસ્ટેન્ડ તરફ જઈ રહ્યો હતો ત્યારે સફેદ કલર ની એન્ડોવર કાર મા ઘસી આવેલા મયુરસિહ તથા અજાણ્યા શખ્સે અપહરણ કરી લુણીવાવ વાડીએ લઈ જઈ માર માર્યા હતો.રાજન ના ખિસ્સા મા રહેલ ચેક પડાવી લઈ સહી કરાવી લીધી હતી.વધુ મા આમા મયુરસિહ નો કોઈ વાંક નથી ભુલ મારી છે.તેવુ બોલાવી વિડિયો શુટીંગ કર્યુ હતુ.ત્યારબાદ આખા ઘર ને મારી નાખવા ની ધમકી આપી મોડી સાંજે વછેરા ના વાડા પાસે રાજન ને ઉતારી ચાલ્યા ગયા હતા.

બનાવ અંગે રાજન મોવલીયા એ સીટી પોલીસ મા મયુરસિહ ઝાલા તથા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરતા પોલીસે કલમ ૩૮૪,૩૬૫,૩૨૩,૫૦૪ ૫૦૬(૨) ૧૧૪,જીપીએ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે

 

(10:50 pm IST)