Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

મોરબીના પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાંથી સબમર્શીબલ પંપની ચોરીના કેસમાં વધુ ૩ ઝડપાયા.

નવા સાદુંળકા ગામે આવેલ પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં ર૩.૨૪ લાખના સબમર્શીબલ પંપ અને મોટરની ચોરી થઇ હતી

મોરબી તાલુકામાં નવા સાદુંળકા ગામે આવેલ પાણી પુરવઠા બોર્ડના સ્ટોરરૂમમાં ર૩.૨૪ લાખના સબમર્શીબલ પંપ અને મોટરની ચોરી થયાની ઘટના સામે આવી હતી. જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી તો ચાર આરોપીઓ નાસ્તા ફરતા હોય જેથી તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે જેમાંથી ત્રણ ને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની મોરબી જિલ્લાની યાંત્રિક પેટા વિભાગ વિભાગની કચેરી, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઇ રમેશભાઇ ચોડવડીયાએ ગત તા. ૧૩-૧૨ ના રોજ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં નવા સાદુળકા ગામે આવેલ તેમની કચેરી ખાતે સ્ટોરરૂમમાં તપાસ કરતાં માલસમાન મળ્યો ન હતો. સ્ટોર રૂમની પાછળની સાઇડની બારીની ગ્રીલ જોવામા આવેલ ન હતી. જેથી પાછળના ભાગે તપાસ કરતા સ્ટોર રૂમની બારીની ગ્રીલ બાજુમાં આવેલ પૃથ્વી સ્ટોન ક્રસર નામના કારખાનાના કમ્પઉન્ડમાં દિવાલ પાસે પડી હતી. અને ૭ સબમર્શીબલ પંપ મોટર સેટ તથા ૧૧ નંગ મોટરના રૂપિયા ૨૩,૨૪,૩૪૪ સમાનની ચોરી થયાનું સામે આવ્યું હતું.
 મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે ચાર આરોપીઓ નાસ્તા ફરતા હોવાથી તેને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હોય દરમિયાન સબમર્શીબલ પંપની ચોરીના કેસમાં ફરાર આરોપીઓ પ્રેમજીભાઇ હરજીભાઇ ચૌહાણ, શરદ ભરતભાઇ સુરાણી અને કિશનભાઇ રાજુભાઇ મકવાણા મોરબી તાલુકાના ભરતનગર ગામની સીમમાં ભરત ફાર્મ પાસે હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ત્રણેય આરોપીઓ મળી આવતા તેની સામેં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી આઈ કે.એ.વાળા તથા પી એસ આઈ વી.જી.જેઠવા તથા પી એસ આઈ એસ.એન.સગારકા તથા જયદેવસિંહ ઝાલા તથા અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા હરેશભાઇ આગલ તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જગદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી તથા હરપાલસિંહ ઝાલા તથા કુલદિપભાઇ કાનગડ તથા વિજયભાઇ સવસેટા સહિતના પોલીસકર્મી જોડાયા હતા

(10:56 pm IST)