Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ભાણવડના પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ યોજાયો

દેવભૂમિ દ્વારકા :ભાણવડના પાછતર આરોગ્ય કેન્દ્ર ખાતે ડો.પ્રકાશ ચાંડેગ્રા સાહેબના તથા ડો.ભટ્ટ સાહેબ ના સીધા માર્ગદર્શન હેઠળ સંકલ્પ ગ્રુપ ભાણવડ દ્વારા તથા દિગ્વિજય સિમેન્ટ કંપની ના સૌજન્યથી ખંભાળિયા જનરલ હોસ્પિટલના થેલેસીમિયાગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 35 યુનિટ રક્તદાન થયુ છે. આ જીવનદાનના સેવાકીય કાર્યમાં સંકલ્પ ગૃપ ભાણવડના એક સહજ પ્રયત્ન તથા હેલ્થ સ્ટાફના સહકાર અને જનરલ હોસ્પિટલના ડો. કનારાની બ્લડબેન્ક ટીમના લેબટેક તન્નાભાઇ અને તેની સમગ્ર ટીમના તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાછતરના સ્ટાફના સહયોગથી કેમ્પ સફળ રહ્યો હતો.

આ કેમ્પમાં સહભાગી થયેલ પાછતરના સરપંચ અમરાભાઈ મોરી ,પાછતર  સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. ડો.હેતલબેન ગોહિલ દ્વારા દાંતના રોગોનો નિઃશુલ્ક કેમ્પ પણ યોજાયો હતો.

   
(11:04 pm IST)