Gujarati News

Gujarati News

News of Sunday, 19th March 2023

ટંકારાના હડમતીયા ગામ નજીક ઘઉંના પાકમાથી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ ઘઉંના ઊભા પાક વચ્ચે તેને છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો

બુટલેગરો દ્વારા અનેકવાર દારૂને છુપાવવા માટે અવનવા કીમીયાઓ  કરવામાં આવતા હોય છે  પરંતુ પોલીસ દ્વારા દરોડા પાડીને બુટલેગરોના કીમીયાઓ નિષફળ કરવામાં આવતા હોય છે ત્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામમાં ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટંકારા તાલુકાના હડમતીયા ગામે આરોપી વિશાલ ભરતભાઈ પટેલ અને કિશન ઉર્ફે જીગો રાજેશભાઈ ડોડીયાએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવીને કોઠારીયાના માર્ગે બેકળ તરીકે ઓળખાતી સીમમાં વાવવા રાખેલ ઘઉંના ઊભા પાક વચ્ચે તેને છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી જ્યાં બંને શખ્સો પાસેથી વિદેશી દારૂની રૂપિયા ૨૮,૫૪૫ની કુલ ૬૮નંગ બોટલો અને મોબાઈલ સહિત કુલ રૂપિયા ૩૮,૫૪૫ નો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ ડી એમ ઢોલ,પી એસ આઈ કે જે ચૌહાણ, પી એસ આઈ એન એચ ચુડાસમા, પી એસ આઈ એ ડી જાડેજા, સુરેશભાઈ હુંબલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, નંદલાલ વરમોરા, વિક્રમભાઈ ફૂગસીયા સહિતના સ્ટાફે કરેલ છે.

 

(11:27 pm IST)