Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વાવાઝોડાના વરસાદ બાદ જૂનાગઢ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ

૨૪ કલાકમાં સૌથી વધુ ૧૭૭ મીમી વરસાદ વિસાવદરમાં

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૯ : વાવાઝોડાના વરસાદ બાદ આજે ત્રીજા દિવસે જૂનાગઢ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ પ્રવર્તે છે.  સોમવારની રાત્રે ફુંકાયેલા વાવાઝોડાના કારણે જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. ગઇકાલથી આજે સવાર સુધીના ૨૪ કલાક દરમિયાન પણ વરસાદ નોંધાયો હતો.  જેમાં જૂનાગઢમાં ૪૩ મીમી, કેશોદ-૧૦, ભેંસાણ-૩૨, મેંદરડા-૧૬, માંગરોળ-૮, માણાવદર-૧૫, માળીયા-૧૩, વંથલી-૧૦ અને વિસાવદરમાં ૧૭૭ મીમી વરસાદ નોંધાયો હતો.  આજે સવારના ૬ વાગ્યાથી જિલ્લામાં વરસાદના વાવડ નથી પરંતુ આકાશમાં વાદળા છવાય ગયા હોવાથી બફારો અને ઉકળાટ વધ્યો છે.

(10:57 am IST)