Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

વંથલીમાં ઉધારમાં વસ્તુ આપવાની ના પાડતા કાચની બોટલ વડે હુમલો

વેપારીને માથાના ભાગે ગંભીર ઇજા

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢ જિલ્લાના વંથલી પાસે વાડલા ફાટક ખાતે રજવાડી હોટેલ ધરાવતા યુસુફભાઇ હુસેન કચરા (ઉ.૩૭) તે ત્ય)ં રોજ ચોબારીનો મકસુદ હાલા અને એક અજાણ્યો શખ્સ આવેલ.

બંનેએ ઉધારમાં વસ્તુ માંગતા યુસુફભાઇએ ઇન્કાર કર્યો હતો. જેનાથી બંને શખ્સોએ ઉશ્કેરાઇ જઇને કાચની બોટલ યુસુફભાઇને ફટકારી દીધી હતી.

આ હુમલામાં વેપારીને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. બનાવ અંગે વંથલી પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

(10:58 am IST)