Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

જૂનાગઢ જિલ્લાનો કોરોના રિકવરી રેટ ૯૦% : એક જ દિવસમાં ૩૪૧ દર્દી ડિસ્ચાર્જ થયા

૨૪ કલાકમાં ૩૪૧ કેસ : માત્ર ૩ જ મોત

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૯ : જૂનાગઢ જિલ્લાનો કોરોના રિકવરી રેટ વધીને ૯૦ ટકા થયો છે અને એક જ દિવસમાં ૩૪૧ ડિસ્ચાર્જ થયા હતા.

સોમવારે જિલ્લામાં ૩૮૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઇકાલે મહામારીએ વધુ પીછેહઠ કરતા કોરોનાના નવા કેસ ઘટીને ૩૪૧ નોંધાયા હતા. જેની સામે ૩૪૧ દર્દીએ કોરોનાને માત આપતા રિકવરી રેટ વધીને ૯૦ ટકાએ પહોંચ્યો હતો.

૨૪ કલાકમાં નોંધાયેલા નવા ૩૪૧ કેસમાં જૂનાગઢ સીટીના કેસમાં પણ ઘટાડો આવ્યો હતો. ૨૪ કલાકમાં શહેરમાં ૧૧૩ કેસ નોંધાયા હતા.

જ્યારે જૂનાગઢ ગ્રામ્યના ૨૧, કેશોદ-૩૯, ભેસાણ-૧૭, માળીયા-૨૯, મેંદરડા-૧૪, માણાવદર-૩૫, માંગરોળ-૩૨, વંથલી-૧૭ અને વિસાવદરમાં ૨૪ કેસ થયા હતા.

એક જ દિવસમાં જૂનાગઢ મહાનગરના ૧૬૪ સહિત જિલ્લામાં કુલ ૩૩૧ દર્દીએ કોરોનાને પરાજય આપ્યો હતો.  કેસ ઘટવાની સાથે જ મૃત્યુદરમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો હતો. મંગળવારે ૬ મોત થયા બાદ ગઇકાલે જિલ્લામાં કેશોદ, માણાવદર અને વિસાવદરના એક-એક મળીને ત્રણ દર્દીએ અંતિમ શ્વાસ લીધા હતા.

(10:58 am IST)