Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

બગસરામાં તારાજી

(સમીર વિરાણી દ્વારા) બગસરા : બગસરા પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે હાલાકી જોવા મળી હતી. બગસરાના હાર્દસમા વિસ્તાર ખાડિયા, અમરપરા વિસ્તારમાં અચાનક વાવાઝોડાની ઝપટમાં રિલાયન્સ, વોડાફોન, એરટેલના ટાવર બાજુમાં લાટીમાં ખાબકતા કોઇ જાનહાનિ થયેલ નથી. બગસરા પંથકમાં અનેક નુકસાની સર્જાઇ છે. બગસરા પંથકમાં નદીનાળા છલકાયા તથા છાપરા કાચા મકાનો ઉડ્યા રોડ પર પાણી ફરી વળ્યા અનેક જગ્યાએ ગ્રામ્ય તથા શહેરોમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. બગસરાના વિસ્તારમાં ભારે નુકસાન છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. અંદાજે આઠથી દસ ઇંચ જેવો વરસાવ પડી ગયો છે. જે તસ્વીરમાં નજરે પડે છે.

(11:24 am IST)