Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

ગારીયાધાર પંથકમાં પણ તારાજી પાંચ ટોબરામાં દિવાલ પડતા મોત

ગારીયાધાર તા. ૧૯: તાલુકા અને શહેરમાં વાવાઝોડાથી સમગ્ર વિસ્તાર ખેદાન-મેદાન થઇ જવા પામ્યો હતો.

નવાગામ રોડ, પાલીતાણા રોડ, નાની વાવડી રોડ, મીઠાકુવર, સહિતના વિસ્તારોમાં પતરાઓ, વૃક્ષો અને વિજ પોલ ધરાસાઇ થવા પામ્યા હતા. વરસાદ અને પવન ફુંકાયો હતો. સમગ્ર શહેરમાં કાચા મકાનોની દિવાલો ધસી પડયાના બનાવો બન્યા હતા. તો ઠેર-ઠેર કાચા મકાનોના તળીયાઓ તુટવા પામ્યા હતા.

તમામ ગામડાઓમાં વૃક્ષો ધરાશાયી થવા પામ્યા હતા. જયારે પાંચટોબરા ગામે કાચા મકાનની દિવાલ ધસી પડતા વૃધ્ધનું મૃત્યુ થવા પામ્યું હતું. વળી, વરસાદના કારણે તમામ વોંકળાઓ, ચેકડેમો સહિતનામાં પાણીની આવક શરૂ થઇ હતી. જયારે સમગ્ર વોંકળાઓમાં ઝાડી-ઝાંખરાઓ પવનના કારણે ઉડયા હતા.

જયારે શહેરના આશ્રમના રોડ, નવાગામ રોડ, ગાંધી ચોક વિસ્તારમાં વેપારીઓના દુકાનોના બોર્ડ ઉડીને નીચે પડી જવા પામ્યા હતા. આ સમગ્ર મામલે ગારીયાધાર તંત્રની કામગીરી પ્રશંસાને પાત્ર રહી હતી. શહેરના માર્ગો પર પડેલા વૃક્ષો તાત્કાલીક ધોરણે દુર કરવામાં આવ્યા હતા. જયારે ઝુપડપટ્ટીના લોકો અને કાચા મકાન ધરાવતા લોકોને નજીકની સ્કુલોમાં શેલ્ડર હોમ બનાવી તેમના સ્થળાંતરની વ્યવસ્થા કરવામાં આવી હતી. જયાં આગળ સુવા-બેસવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એકંદરે ભારે તારાજીઓની ખાતા-ખરાબી બાદ વાવાઝોડું શાંત થતા સૌ કોઇ વ્યવસ્થામાં જોડાયા હતા.

(11:25 am IST)